અમદાવાદ : 'માનવતાના દુશ્મન,' 15-28 હજારમાં વેચતા હતા ઑક્સીજન સિલિન્ડર, 2 શખ્સોની ધરપકડ

અમદાવાદ : 'માનવતાના દુશ્મન,' 15-28 હજારમાં વેચતા હતા ઑક્સીજન સિલિન્ડર, 2 શખ્સોની ધરપકડ
તસવીર: Shutterstock

એક તરફ અમદાવાદમાં ફ્રી ઑક્સીજનની સેવા આપતા યુવાનો અને બીજી બાજુ કાળા બજારી કરતા આ લંપટો, ક્રાઇમ બ્રાન્ચે છટકું ગોઠવી પકડી પાડ્યા

  • Share this:
અમદાવાદ: શહેરમાં કોરોનાની મહામારીમાં (Ahmedabad Coronavirus Update) ઇન્જેક્શન બાદ ઓક્સિજનની (Oxygen Crisis) અછત સર્જાતા હવે પૈસાના લાલચુઓ મહામારીમાં કાળાબજારી શરૂ કરી છે. ઇન્જેક્શન બાદ ઓક્સિજનની કાળાબજારી કરનાર લોકો સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. અમદાવાદ ક્રાઈમ (Ahmedabad Crime Branch) બ્રાન્ચે એલિસબ્રિજ વિસ્તારમાં ઓક્સિજન સિલિન્ડરઅને રેગ્યુલેટર ની કાળાબજારી કરનાર બે શખ્સની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે ડમી ગ્રાહક ઉભો કરી છટકું ગોઠવી 5000નું સિલિન્ડર 15000માં વેચતા બંનેને ઝડપી કાર્યવાહી કરી છે.

કોરોના સારવાર માટે વપરાતી તમામ વસ્તુઓની એક બાદ એક કાળા બજારી સામે આવી રહી છે. પહેલા દવા અને હવે ઓક્સિજનની અછત સર્જાતા પ્રાણવાયુ ની પણ કાળા બજારી કરવામાં આવી રહી છે. ક્રાઈમ બ્રાંચે આવાજ 3 આરોપીની ધરપકડ કરી હતી અને હવે વધું બે આરોપીની ધરપકડ કરી છે. જે ઉંચી કિંમતે ઓક્સિજન સિલિન્ડર અને અન્ય મટિરિયલનુ  વેચાણ કરતા હતા.આ પણ વાંચો : રાજકોટ : ધોળા દિવસે થયેલી 85 લાખના દાગીનાની લૂંટનું રહસ્ય ઉકેલાયું, 4 લૂંટારૂં ઝડપાયા

ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે એલિસબ્રિજ વિસ્તારમાં કર્ણાવતી હોસ્પિટલ નીચે ભોંયરામાં આવેલી સી.કે સર્જી ડિસ્ટ્રીબ્યુટર્સ નામની દુકાનમાં બે શખ્સ ઓક્સિજન સિલિન્ડર બજાર કરતા ઉંચા ભાવે વેચે છે. જેથી ક્રાઈમ બ્રાન્ચે એક ડમી ગ્રાહક ઉભો કરી સાથે ટીમ રાખી હતી.

આ પણ વાંચો : ગઢડા : પ્રણય ત્રિકોણમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી, ગળે ટૂંપો આપી મૃતદેહ કૂવામાં ફેંકી દીધો

ડમી ગ્રાહક દુકાને જઈ અને ઓક્સિજન સિલિન્ડર અને રેગ્યુલેટર માગતા શાહપુરની વનમાતા ની પોળમાં રહેતા જસમીન બુંદેલા અને વાસણા ગુપ્તાનગરમાં રહેતા સાગર શુકલએ 10 કિલો ઓક્સિજન સિલિન્ડરના 15000 અને 47 કિલોના 28000 થશે તેમજ રેગ્યુલેટરના 5500 અને 7500 થશે. તાત્કાલિક ક્રાઈમની ટીમ ત્યાં પહોંચી બંને શખ્સને ઝડપી લીધા હતા.

બંનેની પાસેથી 10 કિલો અને 47 કિલોના બે ઓક્સિજન સિલિન્ડર અને 44 ઓક્સિજન સિલિન્ડર રેગ્યુલેટર મળી આવ્યા હતા. આ ઓક્સિજન સિલિન્ડર અને રેગ્યુલેટર રાખવા પરમીટ ન હોવાને લઇ ક્રાઈમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી છે. જ્યારે ઓક્સિજન સિલિન્ડર અને રેગ્યુલેટર આપવામાં નામ ખુલનારા કાલુપુરના જયમીન અને રાણીપના રહેવાસી કૌશલ જાનીની  શોધખોળ શરૂ કરી છે.
Published by:Jay Mishra
First published:May 09, 2021, 10:00 am

ટૉપ ન્યૂઝ