અમદાવાદ : અમદાવાદ કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને તેમાંય ઓક્સિજની અછતના કારણે દર્દીઓએ અને તેમના સગાઓએ ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાનગી હોસ્પિટલમાં દર્દી દાખલ હોવા છતાં તેમના સગાઓએ ઓક્સિજન માટે ભટકવા જેવી સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. તેવામાં અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન દ્વારા એક ઓક્સિજન બેંક શરૂ કરવામાં આવી છે. જે ખાનગી હોસ્પિટલમા ઇમરજન્સી ઓક્સિજન જથ્થો પૂરો પાડશે.
કોરોનાની આ બીજી લહેર ખૂબ આક્રમક જોવા મળી છે. જેના કારણે અમદાવાદ સહિત રાજ્યભરમાં મોટાભાગના કોરોનાના દર્દીઓને ઓક્સિજન લેવલ ઘટી જવાની તકલીફો ઉભી થઇ છે. જેના કારણે એક તબક્કે હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી પડવાના દ્રશ્ય પણ સર્જાયા હતા. ત્યારે આખરે ખાનગી હોસ્પિટલના એસોસિએશન આહના દ્વારા ઓક્સિજન બેંક શરૂ કરવામાં આવી છે. ઇમરજન્સી ઓક્સિજન બેન્ક ઇનીસિયેટિવના ચેરમેન ડો. મનીષ ભટનાગરએ જણાવ્યું કે ઓક્સિજન અછત વચ્ચે આહના દ્વારા ઓક્સિજન બેંક શરૂ કરવામાં આવી છે. હાલ આહનાની મેમ્બર હોસ્પિટલ માટે આ ઓક્સિજન બેંક શરૂ કરવામાં આવી છે. જેના દ્વારા ખાનગી હોસ્પિટલમાં ઇમરજન્સી ઓક્સિજન જથ્થો પૂરો પાડવામાં આવશે. આ બેન્ક રાત્રી દરમિયાન પણ કાર્યરત રહે તેવી પણ વ્યવસ્થા કરાઈ છે. જેથી 150થી વધુ ખાનગી હોસ્પિટલને ઇમરજન્સીમાં ઓક્સિજન પૂરો પાડવામાં આવશે. અમે અમારા જેટલા મેમ્બર હોસ્પિટલ છે તેમના પાસેથી તેઓ એક કે તેથી વધુ ઓક્સિજન સિલિન્ડર સ્પેર કરે તેના આધારે ઓક્સિજન બેંકઉભી કરી છે.
તેમણે કહ્યું હતું કે અમે કોર્પોરેટ્સ અને CII પ્રાણવાયુ કેચ ફાઉન્ડેશન છે તેમને પણ અમારી સાથે જોડાયા છે. અમારો ફાઇનલ ટાર્ગેટ છે કે અમે 400 જેવા જંબ્બો ઓક્સિજન બેંક સિલિન્ડર બેન્ક કરીએ. અત્યારે અમારી આપશે 100 સિલિન્ડર છે. અમારી આહના સાથે જોડાયેલા મેમ્બર્સ છે તેમને ત્યાં કોવિડ પેશન્ટ ત્યાં એડમિટ છે અને મેમ્બર હોસ્પિટલ ક્યાંયથી ઓક્સિજન રિફિલ કરાવી શકે તેમ નથી તો ઈમરજન્સી બેકઅપ તરીકે આ બેંક કામ કરશે. હાલ આહના સાથે જોડાયેલ નોન કોવિડ હોસ્પિટલ આ સગવડનો લાભ નહીં લઈ શકે પરંતુ કોવિડ હોસ્પિટલ કે જે અમારા આ ઇનીસિયેટિવ સાથે જોડાયેલા છે તેઓને લાભ મળશે.
મહત્વનું છે કે ઓક્સિજન અછતને કારણે કોઈ હોસ્પિટલમાં દુર્ઘટના ન બને તેને ધ્યાનમાં રાખીને જ આ ઇમરજન્સી ઓક્સિજન બેંક શરૂ કરાઇ છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર