અમદાવાદ : 80થી વધુ દર્દીઓને પ્લાઝમા અપાવ્યા, રોજ 150 વ્યક્તિને નિશુલ્ક ઑક્સીજન આપે છે 'ટીમ સેવા યજ્ઞ'

અમદાવાદ : 80થી વધુ દર્દીઓને પ્લાઝમા અપાવ્યા, રોજ 150 વ્યક્તિને નિશુલ્ક ઑક્સીજન આપે છે 'ટીમ સેવા યજ્ઞ'
150 યુવાનોની આ સેવાનો યજ્ઞ અમદાવાદીઓને આપી રહ્યો છે નવજીવન

અમદાવાદની ટીમ સેવા યજ્ઞનીની ઑક્સીજન અને પ્લાઝમાં સેવાએ કેટલાય દર્દીઓના જીવ બચાવી લીધા

  • Share this:
દિવસ રાત તડકો છાયો અમીર-ગરીબ જોયા વિના અમદાવાદની ટીમ સેવા આયોગ દ્વારા છેલ્લા પંદર દિવસથી કોરોના પીડિત દર્દીઓને પ્લાઝમા અને ઑક્સીજનસપ્લાય કરવામાં આવી રહ્યું છે વર્તમાન સમયમાં સતત સાંભળવા મળે છે કે એમ્બ્યુલન્સ બોલાવી છે આવી નથી ઓક્સીજન જોઈએ છીએ પરંતુ ઑક્સીજનઉપલબ્ધ નથી તો દર્દીને પહેલો રિકવર કરવા પણ ડોક્ટરો પ્લાઝમા માગે છે પરંતુ પ્લાઝમા ડોન નથી મળતા તેવામાં અમદાવાદ શહેરમાં યુવાનો દ્વારા ટીમ સેવાયજ્ઞ કરીને એક ગ્રુપ કામ કરી રહ્યું છે માત્ર પાંચ લોકો થી ચાલુ કરેલા આ ગ્રુપ આજે 150 સ્વયંસેવકો સાથે અમદાવાદ શહેરમાં દિવસ રાત કોરોના સંક્રમિત દર્દીઓને પ્લાઝમા તેમજ ઑક્સીજનસિલિન્ડરની સેવા આપી રહ્યું છે અને તે પણ નિશુલ્ક

ટીમ સેવાયજ્ઞ ની શરૂઆત જાણે કે એ રીતે થઈ કે કોરોના ની બીજી લહેર માં અનેક લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા ઝુબિન આશરાને ફોન કરી પ્લાઝમા ઑક્સીજન, ઇન્જેક્શન જેવી મદદ માગતા હતા. ઝુબિને જુદા જુદા વ્યક્તિઓની મદદ કરવા માટે તપાસ કરી ત્યારે કોઈ ડોનર્સ મળતા પ્લાઝમા અંગેની ગંભીરતા તેને અને તેના મિત્રોને જણાતા જાતે જ પ્લાઝમા બેંક ઊભું કરવાનું વિચાર્યું અને તે વિચાર થી ટીમ સેવાયજ્ઞનો જન્મ થયો. સોશિયલ મીડિયામાં ઝુબિન અને ટીમ સેવાયજ્ઞ દ્વારા જુદા જુદા પ્લાઝમા ડોનરને શોધવામાં આવ્યા અને તેને સીધા દર્દીને જ પ્લાઝમા ડોનેટ કરવા માટે સંપર્ક કરાવવામાં આવ્યો.આ પણ વાંચો : રાત્રિ કર્ફ્યૂમાં લગ્ન પ્રસંગ ભારે પડ્યો, આમંત્રણ વગરના 'મહેમાન' વરરાજાનું 'તેડું' કરી ગયા

ટીમ સેવાયજ્ઞ એ એક પણ રૂપિયો લીધા વગર અત્યાર સુધીમાં 80થી વધુ કોરોના ગ્રસ્ત દર્દીઓને મફતમાં પ્લાઝમા ડોનેટ કરાવી ચુક્યા છે તો તે જ રીતે હોસ્પિટલની અંદર સ્ટાફ અને ઑક્સીજનની અછત વર્તાતા ટીમ સેવાયજ્ઞ દ્વારા ત્રણ હોસ્પિટલોને અને રોજના 150 વ્યક્તિઓને ઑક્સીજન સિલિન્ડર મફતમાં આપવામાં આવે છે. ઝુબિન અને તેમના મિત્રો દ્વારા જ્યારે ઑક્સીજનની સતત અછત વર્તાઈ રહેલી છે.કચ્છ ભાવનગર બોટાદ અને અલગ જુદા જુદા વિસ્તારોમાંથી 200 જેટલી ઓક્સિજનની બોટલો ભેગી કરવામાં આવી જુદી જુદી ઈન્ડસ્ટ્રીમાં ઉપયોગમાં આવતી આ બોટલને અમદાવાદ ખાતે લાવવામાં આવી અને ઇન્ડસ્ટ્રીઝ પાસે ઑક્સીજન બોટલ અને ફિલ કરાવી હોસ્પિટલ અને દર્દીઓનાં સગા ને આપવામાં આવી છે.

આ પણ વાંચો : જૂનાગઢ : ભરડાવાવ હત્યા કેસ, રાજુની કુહાડીના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ રાણો ડરના માર્યો ગટરમાં છૂપાઈ ગયો હતો

અમદાવાદમાં 24 કલાક વિનામૂલ્યે કોરોના ગ્રસ્ત હોમ ક્વૉરન્ટાઇ દર્દીઓને ઑક્સીજન બોટલ આપવામાં આવી રહી છે રાત્રિ દરમિયાન ટીમ સેવાયજ્ઞ જુદા જુદા વિસ્તારોમાં ફરી ક્રિટીકલ દર્દીઓને ઑક્સીજન સિલિન્ડર તેમના ઘરે જ ડિલિવર કરે છે આ રીતે અમદાવાદનું આ ટીમ સેવાયજ્ઞ એ પ્લાઝમામાં અને ઑક્સીજનબેંક ની સેવા આપી ઉત્તમ માનવતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

ટીમ સેવાયજ્ઞની લોકોને અપીલ છે કે કોરોના મહામારીમાં લોકોને એકબીજાની મદદ કરવી પડશે તો સાથે જ તેમણે ચાલુ કરેલી ઑક્સીજન બેંકમાં વધુ સિલિન્ડર મળે તો વધુ લોકોની સેવા કરી શકાય તેવી પણ અપીલ કરી છે.
Published by:Jay Mishra
First published:April 30, 2021, 10:21 am

ટૉપ ન્યૂઝ