અમદાવાદઃ 28 દિવસમાં RTOમાં 50,000થી વધુ વિવિધ કામગીરી થઇ

News18 Gujarati
Updated: September 29, 2019, 10:02 PM IST
અમદાવાદઃ 28 દિવસમાં RTOમાં 50,000થી વધુ વિવિધ કામગીરી થઇ
અમદાવાદ આરટીઓની તસવીર

પહેલી સપ્ટેમ્બરથી અત્યાર સુધીમા અમદાવાદ આરટીઓમાં 50 હજારથી વધુ અરજદારોએ લાઇસન્સ અને આર સી બુકને લગતી કામગીરી કરાવી છે.

  • Share this:
વિભુ પટેલ, અમદાવાદઃ પ્રજાની સલામતી અને સુરક્ષા માટે સરકાર દ્વારા મોટર વ્હીક્લ એક્ટમાં (Motor Vehicle Act) સુધારો કરવામાં આવ્યા છે. કારણ કે જૂના નિયમમા (traffic rules)દંડની રકમ ઓછી હતી. જેના કારણે વાહન ચાલકો નિયમ ભંગ કરીને દંડ ભરતી દેતા હતા. ત્યારે વાહન ચાલકો નિયમોનું પાલન કરે તે માટે મોટર વ્હિક્લ એકટમા સુધારો કરીને મસમોટો દંડ ફટકારવાની જોગવાઈ કરાય છે.

નવા નિયમ આવતાની સાથે વાહન ચાલકો જાગ્યા અને પહેલી સપ્ટેમ્બરથી અત્યાર સુધીમા અમદાવાદ આરટીઓમાં (Ahmedabad RTO)50 હજારથી વધુ અરજદારોએ લાઇસન્સ (License)અને આર સી બુકને (RB book)લગતી કામગીરી કરાવી છે.

વાહન અથવા તો લાઇસન્સ, આરસી બુક સહિતના દસ્તાવેજ માટે આરટીઓમા લાબી લાઈનો લાગી હતી.આરટીઓમા લાબી કતારોને લઈ સરકારે પણ રજાના દિવસોમા આરટીઓ કચેરી ખુલી રાખવા માટે આદેશ કર્યો. જેને લઈ અમદાવાદ આરટીઓ સહિત તમામ જિલ્લાની આરટીઓ કચેરી છેલ્લા એક મહિનાથી રજાના દિવસોમા પણ ખુલી રહીને અને અરજદારોના કામનો નિકાલ કર્યો છે.

અમદાવાદ આરટીઓ એસ પી મુનિયાએ ન્યૂઝ18 ગુજરાતી  (News18Gujarati) સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે અમદાવાદ આરટીઓ એક મહિનામા સરેરાશ 17 હજાર જેટલા અરજદારો આવતા હતા. પરંતુ નવા નિયમ આવતાની સાથે અરજદારોની સંખ્યા ડબલથી પણ વધી ગઈ છે. અને એક મહિનામા 50 હજારથી વધુ અરજદારોએ વાહન અને લાઇસન્સને લગતી કામગીરી કરાવી છે.જેમા 28 દિવસમા 8016 અરજદારોએ નવા લર્નિંગ લાઇસન્સ કઢાવ્યા છે. તો નવા ડ્રાઈવિગ લાઇસન્સ 4287 લોકોએ કરાવ્યા છે.અને 1879 અરજદારોએ ડુપ્લીકેટ લાઇસન્સ કઢાવ્યા છે.અને 8748 અરજદારોએ લાઇસન્સ રિન્યુ કરાવ્યા છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 45 લાખમાં બનાવટી વિઝાનું કૌભાંડ ઝડપાયું, એજન્ટની મુંબઇથી ધરપકડ

એક મહિનામા 211 અરજદારોએ ડુપ્લિકેટ આરસી કઢાવી છે. તો 1091 અરજદારોએ વાહન ટ્રાન્સફર કરાવ્યા છે. 2258 લોકોએ ફીટનેશ સર્ટીફીકેટ કઢાવ્યા છે. અને 240 લોકોએ NOCમેળવી છે.સામાન્ય દિવસ કરતા નવા નિયમ આવ્યા બાદ વાહન ચાલકોને કાયદાનો ડર લાગ્યો ખરો. જેના કારણે આરટીઓમા એકા એક અરજદારોની સંખ્યા વધી ગઈ છે. એટલે સીધો મતલબ એ થાય છે કે પહેલા દંડની રકમ ઓછી હોવાના કારણે વાહન ચાલકોને કાયદાનો ડર ન હતો. પરંતુ મોટર વ્હિકલ એક્ટમા સુધારા બાદ લોકોએ પોતાના દસ્તાવેજો તૈયાર કરાવવા માટે આરટીઓ કચેરીમા તરફ દોડ મુકી છે.
First published: September 29, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading