રાજ્યની તમામ કોર્ટમાં યોજાઈ મેગા લોક અદાલત, 1 લાખથી વધુ કેસનો નિકાલ કરાયો

News18 Gujarati
Updated: December 14, 2019, 10:11 PM IST
રાજ્યની તમામ કોર્ટમાં યોજાઈ મેગા લોક અદાલત, 1 લાખથી વધુ કેસનો નિકાલ કરાયો
પ્રતિકાત્મક તસવીર

આ વર્ષની આખરી લોક અદાલત તારીખ 14/12/2019 ના રોજ યોજાવામા આવી જેમાં રાજ્યભરની વિવિધ કોર્ટોમાં 2 લાખ જેટલા કેસો બોર્ડ પર લેવાયા

  • Share this:
રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હીના આદેશ અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના પેટ્રોન ઇન ચીફ અને ચીફ જસ્ટીસ વિક્રમનાથ તથા એક્ઝિક્યુટિવ ચેરમેન તથા ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ એસ.અર. બ્રહ્મભટ્ટના નેતૃત્વ હેઠળ સમગ્ર રાજ્યમાં કાર્યરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળો મારફતે આજ રોજ 14 ડીસેમ્બરના રોજ રાજ્યની તાલુકા અદાલતથી લઈ ગુજરાત હાઇકોર્ટ સુધીની અદાલતો તેમજ ફેમિલી કોર્ટ, લેબર કોર્ટ, ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ, વગેરે તમામ અદાલતોમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યુ.

ત્યારે અમદાવાદ જીલ્લા ગ્રામ્ય કોર્ટોમાં પણ લોકઅદાલત યોજાઈ. જેમાં કુલ 9 હજારથી વઘુ કેસો હાથ પર લેવાયા અને 3529 જેટલા કેસોનો અરસપરસ સમજુતીથી સુખદ નિકાલ કરવામા આવ્યો છે. અમદાવાદ જીલ્લા ગ્રામ્ય કોર્ટના પ્રીન્સીપલ ડીસ્ટ્રીક્ટ જજ કે બી ગુજરાથીએ જણાવ્યુ કે, પ્રત્યેક લોક અદાલતમાં પેન્ડિંગ કેસો તેમજ પ્રી લીટીગેશન કેસોનો સમાધાન રહે નિકાલ કરવામાં આવે છે. જેમાં પરસ્પર ભાઈચારો વિશ્વાસ અને પ્રેમ જળવાય તે વાતાવરણ વચ્ચે સમજાવટથી નિકાલ થતો હોય, કોઈની જીત નહીં કોઈની હારે નહી તેવી ભાવના ઉભી થાય છે.

આ વ્યવસ્થામાં તદ્દન નજીવા ખર્ચે કેસોનો સમાધાનથી નિકાલ થતો હોય તકરારનો કાયમી અંત આવે છે અને લોક અદાલતના ચુકાદા સામે અપીલ કે રિવિઝન થતી નથી. લોક અદાલતમાં સમાધાન લાયક તમામ ફોજદારી કેસો, દીવાની કેસો, ભાડા તકરારના કેસો, વીજ બીલના કેસો, ચેક રિટર્નના કેસો, લગ્નની વિષયક તકરારો, મોટર અકસ્માત વળતરના કેસો, જમીન સંપાદન વળતરના કેસો, બેંક રિકવરી કેસો, પેન્શન કેસો, ગ્રાહક સેવા તકરારના કેસો, કામદાર વળતર તકરારના કેસો, વગેરે પ્રકારના કેસ હાથ ઉપર લઇ સમાધાન થાય તેનું નિવારણ કરવામાં આવે છે.

લોક અદાલતમાં પોતાનો કેસ મુકવા માટે કોઈપણ પક્ષકાર જાતે અથવા તો પોતાના વકીલ મારફતે જે તે અદાલતમાં તેઓનો કેસ ચાલતો હોય તે અદાલતનો અથવા જે તે તાલુકા કાનૂની સેવા સમિતિ અથવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનો સંપર્ક કરી શકે છે. અગાઉ તારીખ 13/7/2019 ના રોજ યોજાયેલ લોક અદાલત ના દિવસે ગુજરાત રાજ્યમાં પ્રી લીટીગેશન તથા પેન્ડિંગ કેસો મળી કુલ ૧,૩૧,૧૯૮ કેસનો તથા 14/9/2019 ના રોજ યોજાયેલ લોક અદાલત ના દિવસે કુલ ૯૯૨૫૦ કેસનો નિકાલ થવા પામ્યો હતો. આ વર્ષની આખરી લોક અદાલત તારીખ 14/12/2019 ના રોજ યોજાવામા આવી જેમાં રાજ્યભરની વિવિધ કોર્ટોમાં 2 લાખ જેટલા કેસો બોર્ડ પર લેવાયા અને તેમાંથી 1 લાખથી વધુ કેસોનો લોક અદાલતના માધ્યમથી નિકાલ થવા પામ્યો છે.
First published: December 14, 2019
વધુ વાંચો
अगली ख़बर