અમદાવાદ : કોરોનાની વિકટ પરિસ્થિતિમાં મૂંગા પશુઓની વહારે આવી સંસ્થા


Updated: April 8, 2020, 9:15 PM IST
અમદાવાદ : કોરોનાની વિકટ પરિસ્થિતિમાં મૂંગા પશુઓની વહારે આવી સંસ્થા
કોરોના વાયરસના કારણે હાલ પરિસ્થિતિમાં ખરાબ છે. આવી સ્થિતિમાં મૂંગા પશુઓ પણ ભૂખમરા નો સામનો કરી રહ્યા છે

કોરોના વાયરસના કારણે હાલ પરિસ્થિતિમાં ખરાબ છે. આવી સ્થિતિમાં મૂંગા પશુઓ પણ ભૂખમરા નો સામનો કરી રહ્યા છે

  • Share this:
અમદાવાદ : કોરોના વાયરસના કારણે હાલ પરિસ્થિતિમાં ખરાબ છે. આવી સ્થિતિમાં મૂંગા પશુઓ પણ ભૂખમરા નો સામનો કરી રહ્યા છે. આવા સમયમાં હ્યુમન ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા જેવી સંસ્થાઓ આગળ આવી છે અને વિવિધ મૂંગા પશુ પક્ષીઓ માટે કામ કરી રહી છે.. અમદાવાદ શહેરના મેયર બીજલ બહેન પટેલે પણ ન્યુઝ 18ના માધ્યમથી પશુ-પક્ષીઓની વહારે આવા વિવિધ સામાજિક સંસ્થાઓ તથા લોકોને અપીલ કરી છે.

લોકડાઉનનું છેલ્લું અઠવાડીયું ચાલી રહ્યું છે ત્યારે અમદાવાદમાં ઠેકઠેકાણે રખડતા શ્વાન, ગાય, વાંદરા વગેરે પશુઓની હાલત કફોડી બની છે. કારણ કે દૈનિક રોજીરોટી કમાતા માણસ પણ પોતાની આવક ગુમાવી બેઠા છે તે પણ અન્ય પર આધારીત બન્યા છે. આવા સમયે શહેરની એચડીએફઆઈ જેવી કેટલીક સામાજિક સંસ્થાઓ આવા મૂંગા પશુઓની વહારે આવી છે.

હ્યુમન ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા જેવી સંસ્થાઓ આગળ આવી છે અને વિવિધ મૂંગા પશુ પક્ષીઓ માટે કામ કરી રહી છે


હ્યુમન ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા અમદાવાદના છેવાડાના વિસ્તારો સુધી રખડતા શ્વાન, ગાય, વાંદરા વગેરેને રોજેરોજ ઘાસચારો તથા ભોજન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ગાયોને ઘાસ ,રખડતા શ્વાનોને દૂધ, બ્રેડ ,બિસ્કીટ તથા અન્ય પશુઓને પણ કેળા વગેરે આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

શહેરના મેયર બિજલબેન પટેલે પણ મુંગા પશુ-પક્ષીઓ ને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે જન જન સુધી વિવિધ સંસ્થાઓ દ્વારા અન્ન પહોંચી રહ્યું છે લોકો ઘણું સારું કામ કરી રહ્યા છે પરંતુ મુંગા પશુ પક્ષીઓ તરફ પણ લોકોએ ધ્યાન આપવું જરૂરી છે. એચડીએફઆઇ દ્વારા વિવિધ વિસ્તારોમાં મુંગા પશુઓને ઘાસચારો પક્ષીઓને દાણા રખડતા શ્વાનોને કેળા દૂધ, બિસ્કીટ, બ્રેડ વગેરે રોજેરોજ આપવામાં આવી રહ્યું છે અને અન્ય સંસ્થાઓ પણ આવા ભગીરથ કાર્યમાં જોડાય અને મુંગા પશુ-પક્ષીઓની સારસંભાળ રાખે તે હાલના સમયની માંગ છે.
First published: April 8, 2020, 9:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading