Home /News /madhya-gujarat /અમદાવાદઃ ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પૂરવા આદેશ

અમદાવાદઃ ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પૂરવા આદેશ

ફાઇલ તસવીર

અમદાવાદ શહેર અને ગ્રામ્ય ની શાળાઓના સંચાલકોને વિદ્યાર્થીઓ ની ઓનલાઈન હાજરી પૂરવાની સૂચના આપવામાં આવી છે જેનો અમલ આગામી ઓગસ્ટ માસથી શરૂ થશે.

    સંજય ટાંકઃ અમદાવાદ શહેર અને ગ્રામ્ય ની શાળાઓના સંચાલકોને વિદ્યાર્થીઓ ની ઓનલાઈન હાજરી પૂરવાની સૂચના આપવામાં આવી છે જેનો અમલ આગામી ઓગસ્ટ માસથી શરૂ થશે.

    ગ્રાન્ટેડ અને સરકારી શાળા બાદ શિક્ષણ વિભાગ દ્વારા ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પુરવા માટે આદેશ કરાયો છે. ખાનગી શાળાઓ અને શિક્ષણ વિભાગના પદાધિકારીઓ સાથે મળેલી બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો હતો.

    જેનો ટૂંક જ સમયમાં અમલીકરણ પણ શરુ કરાશે જે મુજબ અગામી મહિનાથી ખાનગી શાળાઓએ પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઈન હાજરી પુરવાની રહેશે. જેથી શિક્ષણ વિભાગને કઈ સ્કૂલમાં કેટલા વિદ્યાર્થીઓ હાજર છે તેની સીધી માહિતી મળશે અને તેઓનો ડેટા પણ રોજે રોજ સરકાર પાસે જમા થતો જશે.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ બે કોન્સ્ટેબલ ગુમ થયા અંગે પરિવારે ACPને રજૂઆત કરી

    મહત્વનું છે કે ઓનલાઈન હાજરીનો પ્રથમ પ્રયોગ અમદાવાદ ગ્રામ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં કરાયો હતો અને તે પ્રયોગ સફળ જતા રાજયની તમામ ગ્રાન્ટેડ સ્કૂલોમાં ઓનલાઈન હાજરી શરુ થઈ હતી અને હવે ખાનગી સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પુરવામાં આવશે.
    Published by:ankit patel
    First published:

    Tags: Private school, Students, અમદાવાદ, આદેશ, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन