ગરમીનો પ્રકોપ યથાવત, અમદાવાદમાં ઓેરેન્જ એલર્ટ જાહેર

News18 Gujarati
Updated: April 12, 2019, 1:13 PM IST
ગરમીનો પ્રકોપ યથાવત, અમદાવાદમાં ઓેરેન્જ એલર્ટ જાહેર
પ્રતિકાત્મક તસવીર

સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે, ત્યારે આગામી દિવસોમાં ગરમી વધી શકે છે

  • Share this:
વિભુ પટેલ, અમદાવાદ: સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે, ત્યારે આગામી દિવસોમાં ગરમી વધી શકે છે. અમદાવાદ શહેરમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આ જોતાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

એક બાજુ અમદાવાદમાં આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે બીજી બાજુ, બનાસકાંઠા, સાબરકાંઠા , અમરેલી વડોદરા સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદની ગ્લોબલ સ્કૂલની વિરુદ્ધમાં વાલીઓની સુપ્રીમ કોર્ટમાં જીત

આગામી 14 ,15 એપ્રિલના રોજ બનાસકાંઠા, અમરેલી, વડોદરામાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે 16મી એપ્રિલે સાબરકાંઠામાં સામાન્ય વરસાદ પડે તેવી શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટબર્નના કારણે પવનની દિશા બદલાતા વાતાવરણમાં પલટો જોવા મળશે.
First published: April 12, 2019, 1:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading