ભાજપના રાજમાં દેશનું બંધારણ ખતરામાંઃ વિપક્ષ નેતા

News18 Gujarati
Updated: March 12, 2019, 7:31 AM IST
ભાજપના રાજમાં દેશનું બંધારણ ખતરામાંઃ વિપક્ષ નેતા

  • Share this:
કોંગ્રેસના તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડનું સસ્પેન્શન રોકવા માટે ગુજરાત કોંગ્રેસ દોડતી થઇ છે. આ મુદ્દે કોંગ્રેસના ટોચના નેતાઓએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી અને સસ્પેશન રોકવાનું કહ્યું હતું. રજૂઆત બાદ પત્રકારો સાથે વાતચિતમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ભાજપ પર કેટલાક ગંભીર આરોપ લગાવ્યા હતા.

પરેશ ધાનાણીએ જણાવ્યું કે ભાજપના રાજમાં દેશનું બંધારણ ખૂદ ખતરામાં છે. શાસકો બહુમતીના જોરે બંધારણને કચડી સત્તા બચાવવાનો અનૈતિક પ્રયાસ સતત કરતાં આવ્યા છે. એ જ પરિણામ સ્વરૂપ અમારા નિષ્ઠાવાર ધારાસભ્ય ભગવાન બારડને 1995ના જૂના કેસમાં ખોટી રીતે ફસાવી અને અધૂરા પૂરાવા રજૂ કરી તેઓને ગુનેગાર સાબિત કરવામાં આવ્યા. જો કે ઉપલી અદાલતમાં સજાને સ્ટે મળ્યા છતા રજાના દિવસોમાં વિધાનસભા ચાલુ કરાવી સરકારમાં બેઠેલા ઉચા માથાઓના ઇશારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

અહીં ક્લિક કરી વાંચોઃ  એમએસ ધોનીએ કેમ કહ્યું - હત્યાથી પણ મોટો ગુનો છે મેચ ફિક્સિંગ

પરેશ ધાનાણીએ જણાવ્યું કે કોઇપણ વ્યક્તિને ક્વોલિફાય અને ડિસક્વોલિફાય જાહેર કરવાનો હક માત્ર ચૂંટણી પંચને જ છે. ત્યારે વિધાનસભા અધ્યક્ષે સુઓમોટો કરી પોતાની ફરજમાં ન આવતો હોવા છતા સસ્પેન્શનનો નિર્ણય કેમ કર્યો. અને કોના ઇશારે કર્યો. આ બાબતે અમે રાજ્યપાલને રજૂઆત કરી છે. અને ગેરબંધારણીય રીતે લેવામાં આવેલો નિર્ણય રદ્દ કરવામાં આવે તેવી માગ કરી છે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ  ખનીજ ચોરીના કેસમાં બે વર્ષ અને નવ મહિનાની જેલની સજા પડતા વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તલાળાના ધારાસભ્ય ભગવાન બારડને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરી દીધા છે.જો કે કોંગ્રેસનું કહેવું છે કે ભગવાન બારડની સજા પર ઉપલી અદાલતે સ્ટે મુક્યો છે.
First published: March 11, 2019, 8:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading