જીમ અને થિયેટર ઉદ્યોગોને પણ ગ્રીન સિગ્નલ મળે, કોરોનાનાં કહેર વચ્ચે સંચાલકોની સરકારને અપીલ

જીમ અને થિયેટર ઉદ્યોગોને પણ ગ્રીન સિગ્નલ મળે, કોરોનાનાં કહેર વચ્ચે સંચાલકોની સરકારને અપીલ
જીમ અને થિયેટર ઉદ્યોગોને પણ ગ્રીન સિગ્નલ મળે, કોરોનાનાં કહેર વચ્ચે સંચાલકોની સરકારને અપીલ

રાજ્યભરના થિયેટર અને મલ્ટીપ્લેક્સ બિલકુલ બંધ હાલતમાં છે

  • Share this:
અમદાવાદ : અનલૉક-1ની અંદર સરકારે મહત્તમ વ્યવસાયને ગ્રીન સિગ્નલ આપ્યું છે ત્યારે જીમ અને મલ્ટિપ્લેક્સ થિયેટર વ્યવસાયને પણ શરૂ કરી દેવામાં આવે તેવી સંચાલકો માગણી કરી રહ્યા છે. જીમ સંચાલકોનું કહેવું છે કે immunity માટે કસરત બેસ્ટ માધ્યમ છે અને અમે પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા તૈયાર છીએ. છેલ્લા બે મહિનાથી અમારો વ્યવસાય સાવ બંધ છે અને પરિણામે અમારે લાખો રૂપિયા ભાડું અને સ્ટાફનો પગાર પણ ચૂકવવાનો આવ્યો છે ત્યારે હવે જીમ તરફ સરકાર કૂણું વલણ દાખવે તે જરૂરી છે.

નરોડામાં આવેલા એડિકશન જીમના માલિક રણજીતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે લોકડાઉન પડી ભાંગ્યો છે અને અમારી ઉપર લાખો રૂપિયાનો બોઝો પડ્યો છે . જેથી સરકારને અપીલ છે કે અમને હવે આ વ્યવસાય શરૂ કરવા ગ્રીન સિગ્નલ આપે. સાથે સાથે બે મહિનાનું લાઇટ બિલ અને ટેક્સમાં પણ માફી આપે તેવી અપીલ પણ કરવામાં આવી છે. જીમ સંચાલકોની સાથે સાથે જીમમાં પર્સનલ ટ્રેનર તરીકે સર્વિસ આપતા ટ્રેનર સુમિત જણાવે છે કે અમારી હાલત ઘણી કફોડી બની છે. જીમ ચાલુ હોય તો જ તેમને કલાઇન્ટ્સ પેમેન્ટ આપતા હોય છે પરિણામે છેલ્લા ત્રણ મહિનાથી તેમને પેમેન્ટ મળ્યું નથી અને પરિણામે તેઓ પણ જીમ શરૂ થાય તો તેમની આવક શરૂ થાય તેવું જણાવી રહ્યા છે.



આ પણ વાંચો - ગુજરાત માટે સારા સમાચાર! ચોમાસું બેસે તે પહેલાં સરદાર સરોવરની સપાટીમાં ધરખમ વધારો

મલ્ટિપ્લેક્સ એસોસિએશનના પ્રમુખ મનુભાઈ પટેલ જણાવે છે કે અમે સરકારમાં મલ્ટિપ્લેક્સ શરૂ કરવા માટે લેખિતમાં રજૂઆત પણ કરી છે




થિયેટર સંચાલકોની હાલત પણ કફોડી બની છે. રાજ્યભરના થિયેટર અને મલ્ટીપ્લેક્સ બિલકુલ બંધ હાલતમાં છે. મલ્ટિપ્લેક્સ એસોસિએશનના પ્રમુખ મનુભાઈ પટેલ જણાવે છે કે અમે સરકારમાં મલ્ટિપ્લેક્સ શરૂ કરવા માટે લેખિતમાં રજૂઆત પણ કરી છે. ઉપરાંત એસોસિએશન તરફથી લાઈટ બિલ અને ટેક્સમાં પણ રિબેટ મળે સાથે સાથે તમારા વ્યવસાય પર આવી પડેલી આફતને લઇને સરકાર પણ રાહત આપે તે માટે અમે વિનંતી કરી છે. જોકે હજુ સુધી સરકાર તરફથી કોઇ પ્રતિસાદ મળ્યો નથી ત્યારે થિયેટર ઉદ્યોગની હાલત વધુ કફોડી બની છે. સ્ટાફનો પગાર મેઇન્ટેનન્સ અને લાઈટ બિલ પણ પોસાય તેમ નથી. નવી ફિલ્મો પણ હાલ મળવાની નથી ત્યારે અમારા વ્યવસાયને સરકાર તરફી ગ્રીન સિગ્નલ મળે તો થિએટર શરૂ થઈ શકે છે. જેથી આવનારા દિવસોમાં વહેલી તકે અમને ફિલ્મો પણ મળે અને અમારો વ્યવસાય ફરી દોડી શકે. જોકે હાલ તો કોરોનાના કહેર વચ્ચે થિયેટર ઉદ્યોગના હાલ બેહાલ થયા છે.
Published by:News18 Gujarati
First published:June 03, 2020, 16:23 pm

ટૉપ ન્યૂઝ