Home /News /madhya-gujarat /અમદાવાદમાં તૈયાર થઈ રહ્યો છે પશ્ચિમ રેલવેનો સૌથી મોટો ઓપનવેવ ગર્ડર બ્રિજ, જુલાઈ સુધીમાં કામ થશે પૂર્ણ
અમદાવાદમાં તૈયાર થઈ રહ્યો છે પશ્ચિમ રેલવેનો સૌથી મોટો ઓપનવેવ ગર્ડર બ્રિજ, જુલાઈ સુધીમાં કામ થશે પૂર્ણ
અમદાવાદ મંડળના ખોખરા બ્રિજ (ROB) ઉપર 92 મીટરના ઓપનવેવ ગર્ડર બ્રિજ તૈયાર કરાયો છે.
Western Railway: અમદાવાદ મંડળના ખોખરા બ્રિજ (ROB) ઉપર 92 મીટરના ઓપનવેવ ગર્ડર બ્રિજ તૈયાર કરાયો છે. જે બ્રિજ પશ્ચિમ રેલવેનો સૌથી મોટો ઓપનવેવ ગર્ડર (1045 મેટ્રિક ટન) ભારે અને 92 મીટર લાબું સિંગલસ્પેન ગર્ડર માનવામાં આવી રહ્યો છે.
પશ્ચિમ રેલવે (Western Railway)નો સૌથી મોટો ઓપનવેવ ગર્ડર બ્રિજ (Openwave girder bridge) અમદાવાદ (Ahmedabad)ના ખોખરા વિસ્તારમાં તૈયાર થઈ રહ્યો છે. જો કે બ્રિજનું કામ 2020માં પૂર્ણ કરવાનું હતું. પરંતુ કોરોનાનાં કારણે બ્રિજના કામમાં વિલંબ થયો છે. પરંતુ કોરોનામાં પરિસ્થિતિ સામાન્ય થતા જ કામ પુરજોશમાં ઉપાડવામાં આવ્યું છે. અને જુલાઈ મહિનાનાં અંત સુધીમાં કામપૂર્ણ કરવાનો ટાર્ગેટ છે.
અમદાવાદ રેલવે ડિવિઝનના પીઆરઓ જીતેન્દ્રકુમાર જ્યંતે જણાવ્યું હતું કે, બ્રિજની લંબાઈ 24 મીટર હોય છે. પરંતુ ખોખરા બ્રિજની લંબાઈ 92 મીટર છે. આ પશ્ચિમ રેલવેનો સૌથી મોટો બ્રિજ છે. ગર્ડર દિલ્હીના ગાઝિયાબાદથી મેન્યુફેક્ચરિંગ કરી મંગાવવામાં આવ્યા છે. જે સ્પાન અમદાવાદ લાવી ફિટિંગ કરવામાં આવી રહ્યા છે. અને તેમાં પણ ચાલુ રેલવે વ્યવહારે કામ કરવાનું અઘરું હોવા છતાં પણ કામગીરી સફળતાપૂર્વક કરી છે. તેમજ જુલાઈ મહિના સુધીમાં કામ પૂર્ણ કરી બ્રિજ ચાલુ કરવાની શકયતા છે.
અમદાવાદ મંડળના ખોખરા બ્રિજ (ROB) ઉપર 92 મીટરના ઓપનવેવ ગર્ડર બ્રિજ તૈયાર કરાયો છે. જે બ્રિજ પશ્ચિમ રેલવેનો સૌથી મોટો ઓપનવેવ ગર્ડર (1045 મેટ્રિક ટન) ભારે અને 92 મીટર લાબું સિંગલસ્પેન ગર્ડર માનવામાં આવી રહ્યો છે. જેને ટ્રેનોના સંચાલનમાં ખલેલ પહોંચાડ્યા વગર લોન્ચ કરવામાં આવ્યું છે. રેલવેનો સૌથી મોટો લોખંડનો બ્રિજ બનશે. ખોખરા બ્રિજ કે જે મણિનગર અને ખોખરાને જોડતો મુખ્ય બ્રિજ છે. જેનું કામ છેલ્લા 3 વર્ષ ઉપરના સમયથી ચાલુ છે. જે કામ પૂર્ણ થવાની લોકો રાહ જોતા હતા. જુલાઈ મહિનામાં કામ પૂર્ણ કરવાની ટાઈમ લાઇન રેલવે વિભાગે જાહેર કરી છે.
2019માં ઓગસ્ટ મહિનાની આસપાસ બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અને ત્યારે દોઢ વર્ષની ટાઈમ લાઇન આપવામાં આવી હતી. જોકે કોરોનાને કારણે કામ પૂર્ણ ન થઇ શકતા હાલ સુધી બે વાર ટાઈમ લાઇન બદલાઈ છે. ત્રીજી ટાઈમ લાઇન જુલાઈ મહિનાની જાહેર કરાઈ છે. જે જાહેરાત સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ બ્રિજની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું અને ઝડપી કામ પૂર્ણ કરવા સૂચન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ નો 50 વર્ષ જુનો બ્રિજ હતો અને ખોખરા રેલવે ઓવરબ્રીજનો એક ભાગ 2015માં તુટી ગયો હતો. ત્યાર બાદ બ્રિજ જોખમી બની રહ્યો હતો.