અમદાવાદ: ગઠીયાએ પાડોશીના ડોક્યુમેન્ટ પર ખાતુ ખોલાવ્યું, 41 કરોડનું ટ્રાન્જેક્શન કરનાર ઝડપાયો


Updated: December 14, 2019, 3:48 PM IST
અમદાવાદ: ગઠીયાએ પાડોશીના ડોક્યુમેન્ટ પર ખાતુ ખોલાવ્યું, 41 કરોડનું ટ્રાન્જેક્શન કરનાર ઝડપાયો
પ્રતિકાત્મક તસવીર

પાડોશમાં રહેતી વિધવા મહિલાના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને બોગસ એકાઉન્ટ ખોલાવીને પાડોશીએ 41.21 કરોડનું ટ્રાન્જેકશન કર્યું

  • Share this:
અમદાવાદઃ પાડોશમાં રહેતી વિધવા મહિલાના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને બોગસ એકાઉન્ટ ખોલાવીને પાડોશીએ 41.21 કરોડનું ટ્રાન્જેકશન કર્યું હોવાની ફરિયાદ બાદ પોલીસે આરોપી પંકજ રામીને ઝડપી લીધો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. પોલીસને એવી પણ આશંકા છે કે, આરોપીએ આ રીતે બીજા લોકોના દસ્તાવેજ મેળવી કરોડોનું કૌભાંડ આચર્યું છે અને આ ટ્રાન્ઝેક્શન બ્લેકના વ્હાઇટ કરવા આચર્યું હોઇ શકે છે.

નરોડામાં પંચતીર્થ સોસાયટીમાં રહેતા શિલ્પાબહેન મનીષભાઇ અમીને માર્ચ મહિનામાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા હાજર થવા સમન્સ મોકલાયો હતો. સમન્સ મળતાં જ શિલ્પાબહેન તેમના પુત્ર રોહન સાથે ઇન્કમટેક્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર કવિતાબહેન યાદવને મળ્યાં હતાં. આસિસ્ટન્ટ કમિશનર શિલ્પાબહેન અમીનને બાપુનગરમાં આવેલા રેણુકા માતા મલ્ટી સ્ટેટ અર્બન ક્રેડિટ કો. ઓપરેટિવ સોસાયટીમાં તેમના ખાતામાં થયેલા 41.21 કરોડના ટ્રાન્જેક્શનના મામલે પૂછપરછ કરી હતી. શિલ્પાબહેન આ સાંભળીને ચોંકી ગયાં હતાં અને તેમનું કોઇ આવું ખાતું રેણુકા માતા મલ્ટી સ્ટેટ અર્બન ક્રેડિટ કો. ઓપરેટિવ સોસયટીમાં નહીં હોવાનું કહ્યું હતું.

તપાસ કરતા એવી વિગત ખુલી હતી કે, પાડોશમાં રહેતા પંકજ રામી, વંદના રામી, દિનેશ રામી અને નિલેશ દવે ખોટી રીતે વિવિધ દસ્તાવેજ મેળવ્યા હતા અને આખુંય કૌભાંડ આચર્યું છે. જેથી આ મામલે શિલ્પાબહેને ચારે સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને ખોટા દસ્તાવેજો મુદ્દે કેસ કર્યો હતો. જેમાં તપાસ કરી પોલીસે પંકજ રામીને ઝડપી લીધો હતો. ત્યારબાદ પંકજને પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો.

જ્યાં સરકારી વકીલે રિમાન્ડ અરજી અંગે એવી રજૂઆત કરી હતી કે, આરોપી સાથે સંડોવાયેલા બીજા શખ્સો ક્યાં છે? આ રીતે તેમણે કઇ કઇ જગ્યાએ કૌભાંડ આચર્યું છે? આરોપીઓએ દસ્તાવેજોનો બીજો કોઇ ઉપયોગ કર્યો છે કે નહીં? આરોપીઓએ 41.21 કરોડ ક્યાંથી મેળવ્યા અને કોને તે પૈસા આપ્યા? ખાતામાં આવેલા કરોડો રૂપિયા ક્યાં છે, આ એક હવાલા કૌભાંડ છે કે નહીં? સહિતના મુદ્દાની તપાસ માટે રિમાન્ડની જરૂર છે. આવી રજૂઆત બાદ કોર્ટે આરોપીના ચાર દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. અને નરોડા પોલીસે આ તમામ મુદ્દાઓ પર તપાસ હાથ ધરી છે.
First published: December 14, 2019, 3:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading