અમદાવાદ : ગૂગલ સર્ચમાંથી નંબર મેળવી ફોન કર્યો, સાઇબર ગઠિયાએ લિંક આપી હજારો રૂપિયા ઉપાડી લીધા

અમદાવાદ : ગૂગલ સર્ચમાંથી નંબર મેળવી ફોન કર્યો, સાઇબર ગઠિયાએ લિંક આપી હજારો રૂપિયા ઉપાડી લીધા
MonoPoly Bingo : આ ગેમને ક્લાસિક ગેમ્સની કિંગ કહેવાય છે. તેનો આવિષ્કાર 1903માં થયો હતો. ગેમમાં તમારે તમારા વિરોધીઓને કંગાળ બનાવી પોતે અમીર બનવાનું છે. આને ત્રણ લેવલમાં રમી શકાય છે. આ નિયમોને તમે તમારી રીતે કસ્ટમાઇઝ કરી શકો છો. તેમાં મલ્ટીપ્લેયર સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. પણ તે માટે તમારા મિત્રો પણ આ ગેમ ડાઉનલોડ કરવી પડશે. આ ગેમ ઇન્ડ્રોઇડ અને iOS બંનેમાં યુઝર્સ માટે ઉપલબ્ધ છે.

શું તમે પણ કોઇપણ માહિતી કે ફોન નંબર મેળવવા માટે ગૂગલ સર્ચ કરો છો? તો જાણીલો આ લાલબત્તી સમાન કિસ્સો.

 • Share this:
  અમદાવાદ : સાઇબર ક્રાઇમમાં (Cyber Crime) લોકોનાં રુપિયા જતા રહેવાની રોજ નવી નવી રીતો સામે આવે છે. સામાન્ય માણસનું મગજ ચકરાવે ચઢી જાય તો પણ ખબર ન પડે કે ગઠિયો કઇ રીતે રૂપિયા લઇ ગયો. ત્યારે અમદાવાદમાં (Ahmedabad) પણ સાઇબર ક્રાઇમનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ફાઇનાન્સ પર ટીવી ખરીદનાર વ્યક્તિનાં મોબાઇલ પર 10 રૂપિયાનો વીમો (insurance) જણાવાયું હતું. ખરીદદારે આ વીમો ન લેવા માટે કહ્યું હતું. જેની સામે તેને કહેવામાં આવ્યું કે તેને 10 રૂપિયાનું ઓનલાઇન ટ્રાન્ઝેક્શન (Online Transaction) કરવું પડશે તેવું કહીને એક લિંક મોકલી. જેના પર ક્લિક કરતા તેના ખાતામાંથી 26,999 રૂપિયા બે હપ્તામાં ઉપડી ગયા હતાં. આ અંગે કારંજ પોલીસ સ્ટેશનમાં  (Police station) ફરિયાદ નોંધવામાં આવી છે.

  આ અંગે મળતી વિસ્તૃત માહિતી પ્રમાણે, નરોડાનાં બળવંત રાઠોડે 12 નવેમ્બરે બજાજ ફાઈનાન્સમાંથી ટીવી ખરીદ્યું હતું. તેના એક સપ્તાહ બાદ તેમના મોબાઈલ પર બચત ખાતામાંથી રૂ.9,999 તથા રૂ.17,000નાં ટ્રાન્ઝેક્શન થયા અંગેનો મેસેજ આવ્યો. પરંતુ તેમણે આવું કંઇ ખરીદ્યું ન હતું કે કોઇ રુપિયા ઉપાડ્યા પણ ન હતા. આ દરમિયાન તેમને યાદ આવ્યું હતું કે, જયારે ટીવી ખરીદ્યું તેના થોડા દિવસમાં જ તેમના મોબાઈલ પર મેસેજ આવ્યો હતો કે, તમારા ટીવીનો ઈન્સ્યોરન્સ ચાલુ થઈ ગયો છે.  આ પણ વાંચો : અમદાવાદ: અજાણ્યો વ્યક્તિ વાત કરવા મોબાઈલ માંગે તો ચેતજો, નહીં તો તમારી સાથે આવું બની શકે છે

  બળવંત રાઠોડે ટીવીનો વીમો કેન્સલ કરવા બજાજ ફાઈનાન્સનું સરનામું શોધવા ગૂગલમાં સર્ચ કરતા બજાજની વેબસાઈટ પરથી તેમને એક મોબાઈલ નંબર મળ્યો હતો. જેના પર ફોન કરતા જાણવા મળ્યું હતું કે, તમારે વિમો કેન્સલેશન કરવા માટે 10 રૂપિયા કેન્સલેશન ચાર્જ ભરવા પડશે.

  આ પણ વાંચો : કોરોના વાયરસ : AMC કમિશનર વિજય નહેરાએ વીડિયો જાહેર કરી અમદાવાદીઓને સાવચેત રહેવા કરી અપીલ

  જે બાદ બજાજ ફાઈનાન્સની સાઈટ પરથી મળેલા નંબર પર ફોન કરી તેણે મોકલેલી લિંક ફોલો કરી રૂ.10નું ટ્રાન્ઝેકશન કર્યુ હતું. તેમના વોલેટમાં પૈસા જમા થયાનો કોઈ મેસેજ નહીં આવતા તેમણે ફોનધારક પાસે બેંક એકાઉન્ટ નંબર માંગતા તેણે ફોન કટ કરી નાંખ્યો હતો. થોડા સમય પછી બેંકમાંથી ઓનલાઈન પૈસા ઉપડી ગયાનો મેસેજ આવ્યો. હવે કોઇપણ માણસ કંઇપણ કામ માચે ગૂગલ પર સર્ચ કરતા શીખ્યો છે. જેનો લાભ ઉઠાવી સાઈબર માફિયા જાણીતી બ્રાંડ કે બેંકની સાઈટ જેવું નકલી પેજ બનાવી પોતાના નંબરો નાંખે છે. જેને સાયબર ક્રાઈમની ભાષામાં ફિશિંગ કહેવાય છે. જે દ્વારા જ આ ઠગાઇ પણ કરવામાં આવે છે.

  આ વીડિયો પણ જુઓ : 
  First published:March 14, 2020, 07:42 am

  टॉप स्टोरीज