અમદાવાદના છેવાડે આવેલા રોપડા ગામની પ્રાથમિક શાળામાં ઓનલાઈન અભ્યાસ ખાનગી સ્કૂલોને પણ મારે છે ટક્કર


Updated: July 1, 2020, 10:41 PM IST
અમદાવાદના છેવાડે આવેલા રોપડા ગામની પ્રાથમિક શાળામાં ઓનલાઈન અભ્યાસ ખાનગી સ્કૂલોને પણ મારે છે ટક્કર
સ્કૂલની ફાઈલ તસવીર

જો બાળક કોઈ કારણ સર અભ્યાસ માટે ઓનલાઈનના જોડાઈ શકે તો તે બાળક એ રેકોર્ડડ વિડિઓ જોઈને પણ અભ્યાસ કરી શકે.

  • Share this:
અમદાવાદ: કોરોના કાળમાં (coronavirus) લોકડાઉન (lockdown) દરમિયાન ખાનગી શાળાઓ બંધ થતાં તગડી ફી ઉઘરાવવા કેટલીક શાળાઓએ બાળકોના અભ્યાસના નામે ઓનલાઈન ક્લાસની દુકાનો ખોલી નાખી. તેવામાં અમદાવાદના છેવાડે આવેલ ગ્યાસપુરના રોપડા ગામની પ્રાથમિક શાળાએ બાળકોને ઓનલાઈન ભણાવવાનો (Online Study) અનોખો પ્રયાસ કર્યો છે અને તે પણ કોઈ ફી લીધા વિના.

જો ઈચ્છા શક્તિ હોય તો ગમે તેવું અઘરું કામ હોય તે આસન થઈ જાય છે. આ વાક્ય સાબિત કરી બતાવ્યું છે જિલ્લા પંચાયત હસ્તકની રોપડા પ્રાથમિક શાળાએ. લોકડાઉનના કારણે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ થઈ તેવામાં ખાનગી શાળાઓએ વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવવાનું શરૂ કર્યું. અને ત્રણ મહિના થતા કેટલીક શાળાઓએ તો વાલીઓને ઓનલાઈન અભ્યાસની ફીની નોટિસ પણ આપી દીધી.

આ પણ વાંચોઃ-china boycott! અમદાવાદના રીલીફ રોડના મૂર્તિમંત માર્કેટના મોબાઈલના વેપારીઓએ લીધો મહત્વનો નિર્ણય

તેવામાં ગ્યાસપુરમાં આવેલી રોપડા શાળા બાળકોને ત્રણ મહિનાથી ઓનલાઈન અભ્યાસ કરાવી રહી છે. આ અંગે સ્કૂલના મુખ્ય શિક્ષક નિશિથ આચાર્ય જણાવે છે કે ખાનગી શાળાઓ તો બાળકોને અભ્યાસ કરાવે છે. પણ સરકારી શાળાના બાળકોના અભ્યાસ નું શુ.. તેથી વિચાર આવ્યો કે આ ગરીબ બાળકોને પણ ઓનલાઈન અભ્યાસ કરાવવો જોઈએ.

આ પણ વાંચોઃ-અમદાવાદમાં મિત્રને મદદ કરવી ભારે પડી એક મિત્રને, ઉછીના આપેલા રૂપિયાની સામે મળ્યા ઝરીના ઘા

જેથી સરકારે સુચવેલી એપ્લિકેશનના મારફતે બાળકોને અભ્યાસ કરવામાં આવી રહ્યો છીએ. ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને જે તે વિષય પ્રમાણે અભ્યાસ કરવામાં આવે છે. સામાન્ય રીતે સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકો ગરીબ મધ્યમ વર્ગના હોય છે. જેથી જે તે બાળકના માતા કે પિતા સાંજે નોકરી કરીને પરત આવે પછી બાળકોને અભ્યાસ કરવામાં આવે છે. અથવા કેટલીક એવા પણ સોર્ષ છે કે જેમાં જો બાળક કોઈ કારણ સર અભ્યાસ માટે ઓનલાઈનના જોડાઈ શકે તો તે બાળક એ રેકોર્ડડ વિડિઓ જોઈને પણ અભ્યાસ કરી શકે.આ પણ વાંચોઃ-Coronavirus: 1.5 રૂપિયાની આ દવા કોરોના દર્દીઓ માટે લાભદાયી, મોતના ખતરાને કરે છે ઓછો

માત્ર અભ્યાસ જ નહીં બાળકોની શિક્ષણ ઉપરાંત અન્ય ઇતર પ્રવુતિમાં પણ રુચિ જાગે તેવો પ્રયાસ પણ ઓનલાઈન સમરકેમ્પ દ્વારા કરાયો છે. કેટલીક સરકારી સ્કૂલો વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવી રહી છે પણ જીલ્લા પંચાયત હસ્તકની આ સ્કૂલ પ્રથમ છે. જેની સ્કૂલના શિક્ષકો રાશન વિતરણ, સર્વેની કામગીરી જેવા કામ કરવા ઉપરાંત આ ઓનલાઈન શિક્ષણ કાર્યમાં જોડાયા છે. મહત્વનું છે કે મસમોટી ફી ભરીને પણ બાળકો જે ખાનગી શાળામાં નથી શીખી શકતા તે આ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ વિના મૂલ્યે શીખી રહ્યા છે.
First published: July 1, 2020, 10:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading