Home /News /madhya-gujarat /

ગુજકેટ માટે આજથી ઓનલાઇન રજિસ્ટ્રેશન શરુ

ગુજકેટ માટે આજથી ઓનલાઇન રજિસ્ટ્રેશન શરુ

8 ફેબ્રુઆરી સુધી કરી શકાશે રજિસ્ટ્રેશન

ઈજનેરી-ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજકેટ 23મી એપ્રિલે લેવાશે.

    ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યભરમાં ગુજકેટની પરીક્ષા લેવાશે. એન્જિનિયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે 25 જાન્યુઆરી એટલે કે આજે તેના ફોર્મ ઓનલાઇન ભરી શકાશે. આ પરીક્ષા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન શરુ થઇ જશે. જે 8મી ફેબ્રુઆરી સુધી ચાલશે. ઈજનેરી-ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજકેટ એ,બી અને એબી એમ ત્રણેય ગ્રૃપના વિદ્યાર્થીઓ આપી શકશે.

    ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાનો પ્રારંભ

    એન્જિનીયરીંગ, ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની મહત્વની ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાનો પ્રારંભ થશે. ગુજકેટની પરીક્ષા ફી 300 રુપિયા રાખવામાં આવી છે અને તે એસબીઆઈ ઈ-પે સિસ્ટમ દ્વારા ઓનલાઈન અથવા એસબીઆઈ બ્રાન્ચ પેમેન્ટ દ્વારા ભરી શકાશે. ગુજરાત કોમન એન્ટ્રસ ટેસ્ટ (ગુજકેટ) 2019ની પરીક્ષા ૨૩ એપ્રિલ મંગળવારના રોજ લેવામાં આવશે.

    8 ફેબ્રુઆરી સુધી કરી શકાશે રજિસ્ટ્રેશન

    ગુજરાત કોમન એન્ટ્રસ ટેસ્ટ 2019 માટેની માહિતી પુસ્તીકા અને ઓનલાઈન આવેદનપત્ર ભરવાની સુચનાઓ બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવી છે. જેના પર મળતી માહિતી મુજબ ગુજકેટની પરીક્ષા માટે અરજી કરવાનો છેલ્લો દિવસ માર્ચના અંતિમ અઠવાડિયા સુધી ભરી શકાશે તેમજ એડમીટ કાર્ડ એપ્રિલના બીજા અઠવાડિયા સુધીમાં મેળવવાનું રહેશે. આગામી 23મી એપ્રિલના રોજ ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે અને પરીક્ષાનું પરિણામ મે 2019 બીજા અઠવાડિયાના અંત સુધીમાં જાહેર થાય તેવી શકયતા છે.

    ઉલ્લેખનીય થે કે રાજ્ય સરકારે ઈજનેરી અને ફાર્મસી પ્રવેશ માટે ગુજકેટ લાગુ કરી દીધી છે ત્યારે આ વર્ષે ૨૩મી એપ્રિલ ગુજકેટ લેવાશે. રાજ્યના વિવિધ જીલ્લા કેન્દ્રો પરથી પરીક્ષા લેવાશે. એ,બી અને એબી ગ્રૃપના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા લેવાશે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Addmission, Engineering-pharmacy, Exam, Online registrations GUJCET, Science, Students form

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन