આધાર કાર્ડ લિંક કરવાનો ઇ-મેલ આવે તો ચેતજો, અમદાવાદના વેપારીને 16 લાખ રૂપિયાનો ચૂનો લાગ્યો

આધાર કાર્ડ લિંક કરવાનો ઇ-મેલ આવે તો ચેતજો, અમદાવાદના વેપારીને 16 લાખ રૂપિયાનો ચૂનો લાગ્યો
ગઠિયાએ 3 ટ્રાન્જેક્શન કરીને બેન્કના ખાતામાંથી 16 લાખ રૂપિયા ઉપાડી લેતાં અમદાવાદના વેપારીને ધોળે દિવસે તારા દેખાયા

ગઠિયાએ 3 ટ્રાન્જેક્શન કરીને બેન્કના ખાતામાંથી 16 લાખ રૂપિયા ઉપાડી લેતાં અમદાવાદના વેપારીને ધોળે દિવસે તારા દેખાયા

  • Share this:
અમદાવાદ : શહેરના નવરંગપુરાના વેપારીના મોબાઈલ ફોનનું સીમ કાર્ડ (Sim Card) બંધ કરાવી અને બેંક એકાઉન્ટ (Bank Account)માંથી 16 લાખ રૂપિયા અજાણ્યાં શખ્સએ ઉપાડી લીધા હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશન (Navrangpura Police Station)માં નોંધાઈ છે. વેપારીના ઈ-મેલ પર સીમકાર્ડની કંપનીના નામનો ઈમેલ કરી આધાર કાર્ડ (Aadhar Card)ની વિગત માંગી કાર્ડ બંધ કરાવી નવું કાર્ડ વાપીમાંથી પોસ્ટપેઈડ કરાવ્યું હતું.

નવરંગપુરાના રાજ બંગલોઝમાં રહેતા અને આશ્રમ રોડ પર ટેક્ષેશનની ઓફિસ ધરાવતાં નીતિન શાહના ઈ-મેલ પર 9 માર્ચે વોડાફોન (Vodafone)કંપનીના ભળતા નામનો ઇ-મેલ આવ્યો હતો કે તમારું આધારકાર્ડ મોબાઈલ સાથે લિંક નહિ કરવામાં આવે તો ફોન બંધ થઈ જશે. જેથી નિતિન શાહે આધારકાર્ડ સ્કેન કરી ઈમેલ કરી આપ્યું હતું. 12 માર્ચે નીતિનનો ફોન બંધ થઈ જતાં તેણે વોડાફોન સ્ટોર પર તપાસ કરતા વાપીથી કાર્ડ બંધ થઈ નવું પોસ્ટપેઈડ કાર્ડ ઇસ્યુ થઈ ચૂક્યું છે.ત્યારબાદ, કાર્ડનો દુરુપયોગ કરી કોઈ છેતરપીંડી થઈ હોવાની આશંકા લાગતા નીતિન શાહે બેંક એકાઉન્ટ જોતા અલગ અલગ 3 ટ્રાન્ઝેક્શનથી રૂ. 16 લાખ અજાણ્યાં શખ્સના ખાતામાં ટ્રાન્સફર થયાં હતાં. આ અંગે નીતિન પટેલે ફરિયાદ નોંધાવતાં નવરંગપુરા પોલીસે ખાતા નંબર અને મોબાઈલ નંબરના આધારે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો, Corona Effect: સ્ટેચ્યૂ ઑફ યૂનિટિનું ઑનલાઇન બુકિંગ બંધ, સફારી પાર્ક પણ બંધ કરાયો

10 રૂપિયાની લિંક મોકલી ખાતામાંથી 49 હજાર ખંખેરી લીધા

ઑનલાઇન ફ્રોડનો આવો જ બીજો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. એક ડાઇનિંગ હોલમાં એક ગુજરાતી થાળી સાથે બે થાળી ફ્રી મેળવવાની ઑનલાઇન જાહેરાત જોઈને ઑર્ડર આપનારા સિનિયર સિટીઝનને 49 હજાર રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. ફેસબુક પર જાહેરાત જોઈને સિનિયર સિટીઝને ફોન કર્યો હતો, જેથી સામેવાળાએ તેમને એક એપ્લિકેશન મોકલીને 10 રૂપિયાનું ઑનલાઇન ટ્રાન્જેક્શન કરાવીને 6 ટ્રાન્જેક્શનથી તેમના ખાતામાંથી 49 હજાર રૂપિયા ઉપાડી દીધા હતા. વસ્ત્રાપુર પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.આ પણ વાંચો, કોરોના : AMCએ જાહેરમાં થૂંકતાં 1,244 લોકો પાસેથી એક જ દિવસમાં 6.22 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો
Published by:Mrunal Bhojak
First published:March 17, 2020, 10:15 am