અમદાવાદ: શાળાઓ ખુલશે તો બાળકો સ્કૂલે જવા કેટલા તૈયાર? શું કહે છે મનોવૈજ્ઞાનિકો?

અમદાવાદ: શાળાઓ ખુલશે તો બાળકો સ્કૂલે જવા કેટલા તૈયાર? શું કહે છે મનોવૈજ્ઞાનિકો?
ફાઇલ તસવીર

ધોરણ. 1થી 6ના પ્રાયમરી સેક્શનના બાળકો માટે ઓનલાઇન એજ્યુકેશન નિષ્ફળ ગયું છે. આવા બાળકો ઓનલાઇન એજ્યુકેશનમાં બે ત્રણ કલાક કોન્સન્ટ્રેશન રાખી શકતાં નહોતા.

  • Share this:
સંજય ટાંક, અમદાવાદ: કોરોના વાયરસ (Coronavirus)ના કારણે બંધ થયેલી શૈક્ષણિક સંસ્થાઓ હજુ સુધી શરૂ થઇ શકી નથી. તેમાંય જો શાળાઓ ખુલશે તો પણ બાળકોને શાળાએ જવામાં તકલીફ પડવાની છે. ખાસ કરીને ધોરણ 1થી 8 એટલે કે પ્રાયમરી (Primary schools)ના બાળકોને શાળાએ જવામાં મુશ્કેલી પડશે જ તેની સાથે સાથે કોરોના વાયરસના સંક્રમણમાં બાળકોને શાળાએ મોકલવા માટે વાલીઓએ માનસિક રીતે તૈયાર કરવા પડશે.

હાલમાં અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાના કેસ ઘટતાં તંત્રને હાશકારો થયો છે. તેવામાં ફરી એકવાર શાળાઓ શરૂ થવા મામલે ગણગણાટ શરૂ થયો છે. જોકે, શાળાઓ થશે તો પણ શું બાળકો શાળાએ જવા માટે કેટલા તૈયાર છે? આ વાતને લઈને સાઇકાયટ્રિસ્ટ (Psychiatrist) અલગ અલગ તથ્યો રજૂ કરી રહ્યા છે. મનોચિકિત્સક પાર્થ વૈષ્ણવ જણાવે છે કે શાળાએ જતા બાળકોને અલગ અલગ કેટેગરીમાં રાખી શકાય.ધોરણ. 1થી 6ના પ્રાયમરી સેક્શનના બાળકો માટે ઓનલાઇન એજ્યુકેશન નિષ્ફળ ગયું છે. આવા બાળકો ઓનલાઇન એજ્યુકેશનમાં બે ત્રણ કલાક કોન્સન્ટ્રેશન રાખી શકતાં નહોતા. આવા બાળકોમાં શિસ્તબદ્ધતા ઓછી થઈ ગઇ છે. શાળાઓ શરૂ થશે તો પણ બાળકોને સ્કૂલમાં બેચ પર બેસાડી રાખવા અઘરા પડશે. તેમને સ્કૂલના રૂટિન શિડ્યુલમાં ઢાળવા અઘરા પડશે.ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓને સોશિયલ એન્ઝાયટીની તકલીફ પડશે. શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે ઊભા થઇને બોલવું બાળકો માટે અઘરું પડશે. જ્યારે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસક્રમથી ફેમિલિયર બન્યા છે, તેઓ ઓનલાઇન અભ્યાસના એક સીમિત દાયરામાં બંધાઈ ગયા છે.

આ પણ વાંચો: 

શાળાએ જઈને અલગ અલગ લોકોને મળવું, શિક્ષકોને મળવું અને એકબીજા સાથેના વાતચીતમાં જે નવું જાણવા મળે તેનાથી બાળકો વંચિત રહી ગયા છે. હવે શાળાઓ ખુલવી જોઈએ. કારણ કે બાળકોને શાળાએ જવાની ટેવ છૂટી ગઈ છે. આ ટેવને પાછી લાવવી મુશ્કેલ બનશે.
Published by:Vinod Zankhaliya
First published:December 30, 2020, 09:39 am