અમદાવાદઃ એક તરફી પ્રેમમાં પાગલ યુવાને યુવતીને બદનામ કરવા રચ્યું કારસ્તાન

ankit patel | News18 Gujarati
Updated: September 29, 2019, 10:58 PM IST
અમદાવાદઃ એક તરફી પ્રેમમાં પાગલ યુવાને યુવતીને બદનામ કરવા રચ્યું કારસ્તાન
આરોપીની તસવીર

પુત્રીના નામ સાથે ભળતા નામનું ફેસબુક એકાઉન્ટ બનાવીને તેની પુત્રીના ફોટો અપલોડ કરીને સમાજમાં બદનામ કરવાનું કોઇએ કાવતરૂં ઘડ્યું છે.

  • Share this:
ઋત્વિજ સોની, અમદાવાદઃ છેલ્લા કેટલાય સમયથી લોકો સામાજિક દુશ્મની કે પછી એક તરફી પ્રેમમાં (one side love)પાગલ થઇને સામે વાળી વ્યક્તિને બદનામ કરવા માટે સોશિયલ મીડિયાનો (social media) ઉપયોગ કરતા હોય તેમ લાગી રહ્યું છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં (cyber crime branch)આવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યાં છે. ત્યારે આજે વધુ એક કિસ્સામાં સાયબર ક્રાઇમએ એક તરફી પ્રેમમાં પાગલ યુવાનની ધરપકડ કરી છે.

શહેરના અસારવા વિસ્તારમાં રહેતા એક ફરિયાદીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી હતી કે તેમની પુત્રીના નામ સાથે ભળતા નામનું ફેસબુક (facebook) એકાઉન્ટ બનાવીને તેની પુત્રીના ફોટો અપલોડ કરીને સમાજમાં બદનામ કરવાનું કોઇએ કાવતરૂં ઘડ્યું છે. જેથી સાયબર ક્રાઇમબ્રાન્ચ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરતાં આરોપી પૃથ્વી વાઘેલાની ધરપકડ કરી છે.

આરોપીની પૃથ્વી વાઘેલા કેટલાક સમય અગાઉ આ ફરિયાદીની સોસાયટીની બાજુની સોસાયટીમાં રહેતો હતો. અને ફરિયાદીના ઘર પાસેથી અવારનવાર નીકળતો હોવાથી તેની દીકરીના એક તરફી પ્રેમમાં પડ્યો હતો. જોકે ફરિયાદીની દીકરીના લગ્ન થઇ જતાં તેને મનદુઃખ થયું હતું. અને આવેશમાં આવીને ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું.

તેમજ ફરીયાદીના પુત્રીનો ફોટો તેની પાસે હોવાથી તે ફોટો અપલોડ કરીને ફરીયાદીના જમાઇને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હતી. જેથી સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આરોપી પૃથ્વી વાઘેલાએ ધોરણ 10 સુધીનો અભ્યાસ કરેલો છે. અને ગાંધીનગર ખાતે રહે છે. તેમજ હાલમાં તે પોટોનિકસ નામની કંપનીમાં વર્કર તરીકે છેલ્લા અઢી મહીનાથી નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે.
First published: September 29, 2019, 10:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading