'તું આવી જા તો તારા પુત્રને છોડી દઈશ', મહિલાના પ્રેમમાં પાગલ પ્રેમીનું કારસ્તાન

News18 Gujarati
Updated: October 27, 2019, 7:20 PM IST
'તું આવી જા તો તારા પુત્રને છોડી દઈશ', મહિલાના પ્રેમમાં પાગલ પ્રેમીનું કારસ્તાન
પ્રતિકાત્મક તસવીર

આરોપી છેલ્લા બે મહિનાથી અમદાવાદમાં રહેતો હતો અને પ્રાથમિક તપાસમાં તે બાળકની માતા સાથે એક તરફી પ્રેમમાં પાગલ હતો.

  • Share this:
નવીન ઝા, અમદાવાદઃ અમદાવાદના (Ahmedabad) ઘાટલોડિયા વિસ્તારમાં 24 ઓકટોબરના રોજ 4.5 વર્ષના બાળકનુ અપહરણની (child Kidnap) ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી અને ક્રાઈમ બ્રાંચે તપાસ શરુ કરી હતી ક્રાઈમ બ્રાંચે (Crime branch) ખાનગી રાહે તપાસ કરી બાળકને યુ.પીમાં આવેલ લલીતપુરથી આરોપીના ઘરની પાછળથી છોડાવી લીધો છે અને ફરિયાદીને સોંપી આપ્યુ છે.

ક્રાઈમ બ્રાંચને માહિતી મળી હતી કે આરોપીએ બાળકનું અપહરણ કરી પોતાના ગામમાં લઈ ગયો છે જેથી ક્રાઈમ બ્રાંચની એક ટીમ ત્યાં પહોંચી તપાસ શરુ કરી અને જાણવા મળ્યુ કે આરોપીએ પોતાના ઘરની પાછળ આવેલ એક ખેતરમાં બાળકને બાંધી રાખ્યો હતો અને જેથી ક્રાઈમે ત્યાં પહોંચી બાળકને સુરક્ષિત બચાવી તેના-માતા પિતાને (mother father) સોંપ્યો છે. જોકે આ ઘટનાને અંજામ આપનાર આરોપી જેકી ગોપાલસિંહ પરમાર ફરાર છે અને જેને પકડવા પોલીસે કાર્યવાહી શરુ કરી છે.

આ પણ વાંચોઃ-પોતાની જ ચાર ફિલ્મોથી પાછળ રહ્યો અક્ષયુ કુમાર, 'Housefull 4'એ આટલી જ કરી કમાણી

આ પણ વાંચોઃ-Diwali2019: ટ્રાવેલ ઈન્સ્યોરન્સ લેતાં પહેલાં આ વાતોનું ધ્યાન રાખો

મળતી માહિતી પ્રમાણે આરોપી છેલ્લા બે મહિનાથી અમદાવાદમાં રહેતો હતો અને પ્રાથમિક તપાસમાં તે બાળકની માતા સાથે એક તરફી પ્રેમમાં (one side love) પાગલ હતો. આરોપી અને ફરિયાદીનુ ગામ એક જ હતુ જેથી બન્ને એક બીજાને ઓળખતા હતા.આરોપીએ બાળકના બદલે કોઈ રુપિયાની માંગણી કરેલ ન હતી જેથી તપાસ કરતા જાણવા મળ્યુ તે આરોપી બાળકના બદલામાં તેની માતાને બોલાવવા માંગતો હતો.

આ પણ વાંચોઃ-દિવાળી ઉપર ગર્લફ્રેન્ડને ફરવા લઇ જવી છે? આ રહ્યું Low Budget પ્લાનિંગક્રાઈમ બ્રાંચના મદદનીશ પોલીસ કમિશનર બી.વી ગોહીલનું કહેવું છે કે રુપિયાની કોઈ માંગણી કરવામાં આવી નથી જેથી આરોપી હાલ એક તરફી પ્રેમમાં અપહરણ કર્યુ હોય એવુ લાગી રહ્યુ છે.
First published: October 27, 2019
વધુ વાંચો
अगली ख़बर