Home /News /madhya-gujarat /Acid Attack: એક તરફી પ્રેમમાં પાગલ યુવકે મહિલા ઉપર ફેંક્યું એસિડ, મોઢું અને છાતીનો ભાગ બળી ગયો

Acid Attack: એક તરફી પ્રેમમાં પાગલ યુવકે મહિલા ઉપર ફેંક્યું એસિડ, મોઢું અને છાતીનો ભાગ બળી ગયો

આરોપી યુવકની તસવીર

Ahmedabad Crime News: અમદાવાદમાં (Ahmedabad News) બની છે. જ્યાં ઘાટલોડિયામાં જાહેર રોડ પર એક તરફી પ્રેમમાં પાગલ યુવકે (one side love) મહિલા પર એસીડ એટેક કર્યો છે.

અમદાવાદ: એસિડ એટેકનો (Acid Attack) ભોગ બનેલી યુવતીના જીવન પર આધારિત ‘છપાક’ ફિલ્મ (Chhapak movie) જેવી ધટના અમદાવાદમાં (Ahmedabad News) બની છે. જ્યાં ઘાટલોડિયામાં જાહેર રોડ પર એક તરફી પ્રેમમાં પાગલ યુવકે (one side love) મહિલા પર એસીડ એટેક કર્યો છે. પીડિત મહિલા દાઝી જતા હોસ્પિટલમાં સારવાર અર્થે છે પોલીસે ગુનો નોંધી (police) આરોપી પકડવા તજવીજ હાથ ધરી છે.

અમદાવાદ શહેરમાં વધુ એક એસિડ એટેકનો બનાવ સામે આવ્યો છે. જેમાં ઘાટલોડિયા ટેલિફોન એક્સચેન્જ રોડ પર 39 વર્ષીય મહિલા પર શિવા નાયક નામનો યુવક એસિડ એટેક કરી ફરાર થઈ ગયો છે. મહિલાને શરીર પર એસિડ એટેક થતાં મોઢું અને છાતીનો 15 ટકા જેટલો ભાગ બળી ગયો છે. જો કે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે છે.

પોલીસે પીડિત મહિલાની ફરિયાદ લઈ પૂછતાં સામે આવ્યું કે એક તરફી પ્રેમમાં શિવા નાયક મહિલા સાથે મિત્રતા રાખવા દબાણ કરતો હતો. પરતું મહિલા વાતચીત ન કરતા એસિડ એટેક કર્યો હતો. ઘાટલોડિયા પોલીસે શિવા નાયક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

ધાટલોડિયામાં રહેતી પીડિત મહિલા તેના પતિથી અલગ રહે છે. મહિલા પોતાના બે બાળકો સાથે રહી ચાર-પાંચ ઘરના ધરકામ કરી ગુજરાન ચલાવે છે. પીડિત મહિલા કહેવું છે કે આજ થી આઠ મહિના પહેલા લખુડી તળાવ પાસે સિનિયર સીટીઝનના ઘરે પીડિત મહિલા કેર ટેકર તરીકે કામ કરતી હતી. તેવામાં રીક્ષા ચાલક શિવા નાયક સાથે મહિલાનો પરિચિત થયો હતો.

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! અમદાવાદમાં મકાન માલિકના પુત્રએ ઘરમાં ઘૂસી ભાડુઆતની પુત્રીને ખાટલા સાથે બાંધી આચર્યું દુષ્કર્મ

જ્યાં કામ કર્યા બાદ મહિલા શિવા નાયકની રિક્ષામાં ઘરે જતી હતી. ત્યાર બાદ શિવા અને મહિલા એકબીજા વાતચીત કરતા હતા. જે પછી શિવા નાયક મહિલા સાથે મિત્રતા રાખવા દબાણ કરતો હતો જેથી મહિલાએ વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. પરંતુ અચાનક ગત રાત્રે મહિલાને શિવાએ રોકી વાત કરવાનું કહ્યું હતું પણ મહિલા વાત કર્યા વગર જતી રહી.

આ પણ વાંચોઃ-ક્રૂર જનેતાઃ વડોદારના વાઘોડિયામાં માતાએ સવા વર્ષની પુત્રીની કરી હત્યા, પુત્રીને કેનાલમાં ફેકી માતા ફરાર

બસ આ જ વાત ને લઈ શિવા નાયક ગુસ્સો આવતા થોડીક વારમાં જ એસિડનો ડબ્બો લાવી શિવાએ જાહેર રોડ પર મહિલા પર એસિડ છાંટી ફરાર થઈ ગયો હતો. મહિલા દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.

એસિડ એટેક કરનાર આરોપી શિવા નાયક પકડવા ઘાટલોડિયા પોલીસ અને ક્રાઇમ બ્રાંચ અલગ અલગ ટિમ બનાવી તપાસ શરૂ કરી છે. બીજી બાજુ એસિડ એટેક ભોગ બનેલ મહિલાની તબિયત સારી છે.
Published by:Ankit Patel
First published:

Tags: Acid Attack incident, Ahmedabad news, Crime news, Gujarati news