અમદાવાદ: 'તુ વારંવાર ટેપ બંધ કરાવવા માટે પોલીસ ફરિયાદ કરે છે', અદાવતમાં કરાયો જીવલેણ હુમલો


Updated: May 27, 2020, 3:24 PM IST
અમદાવાદ: 'તુ વારંવાર ટેપ બંધ કરાવવા માટે પોલીસ ફરિયાદ કરે છે', અદાવતમાં કરાયો જીવલેણ હુમલો
સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન (ફાઈલ ફોટો)

અમરત દેસાઈ સહિત અન્ય લોકોએ એમના ભાઈ ઉપર તલવાર વડે હુમલો કર્યો અને જેમાં તેમને ગંભીર ઇજાઓ આવી છે.

  • Share this:
અમદાવાદ : દેશમાં કોરોના જેવી ગંભીર મહામારી ચાલી રહી છે છતાં કેટલાક લોકો પોતાની અંગત અદાવત રાખી હુમલો કરી રહ્યાં છે. સોલા વિસ્તારમાં આવીજ એક ઘટના સામે આવી છે, જેમાં એક સામાન્ય બાબતે કેટલાક લોકોએ હુમલો કરી દીધો અને જેમાં હત્યાની કોશિશ કરવામાં આવી છે.

સોલા વિસ્તારમાં ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે કે, તેમના ભાઈ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે અને એ પણ ટેપ વગાડવા જેવી સામાન્ય બાબતે. ફરિયાદીનું કહેવું છે કે તેમના ભાઈની સોસાયટીમાં રહેતા અમરત દેસાઈ સહિત અન્ય લોકોએ એમના ભાઈ ઉપર તલવાર વડે હુમલો કર્યો અને જેમાં તેમને ગંભીર ઇજાઓ આવી છે.

ફરિયાદીની ફરિયાદ પ્રમાણે અમરત દેસાઈ પોતાના ઘરમાં જોરથી ટેપ વગાડે છે, જેથી આ બાબતે ભોગ બનનાર અને આરોપી વચ્ચે મનદુઃખ થયું હશે જેની અદાવત રાખી આરોપીએ ફરિયાદી જયારે પોતાની બાઈક લઈને જઈ રહ્યાં હતાં ત્યારે આરોપી પોતાના પુત્ર સહિત અન્ય લોકો સાથે મળી ભોગ બનનારને રોકી કહેવા લાગ્યા કે તું અવાર નવાર અમને ટેપ બંધ કરાવવા કહે છે અને પોલીસમાં અમારી વિરુદ્ધ વારંવાર ફોન કરી ફરિયાદ કરે છે તને બહુ ચરબી ચડી ગઈ છે તને તો આજે પતાવી દેવો છે અને એકદમ ઉશ્કેરાઈ જઈ હુમલો કરી દીધો હતો.

આ મામલે પોલીસે ipc 307,325,506(2),114 મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
First published: May 27, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading