Home /News /madhya-gujarat /

ઘૂસણખોરી સામે BSF સતર્ક : સરક્રીકમાંથી એક પાકિસ્તાની માછીમાર અને ત્રણ ફિશિંગ બોટ ઝડપાઈ

ઘૂસણખોરી સામે BSF સતર્ક : સરક્રીકમાંથી એક પાકિસ્તાની માછીમાર અને ત્રણ ફિશિંગ બોટ ઝડપાઈ

પકડાયેલી પાકિસ્તાની બોટની તસવીર

Pakistani Fishing boat :BSF ભુજની ટુકડીઓ પેટ્રોલિંગ કરતી વખતે સર ક્રીક વિસ્તારમાંથી ઘૂસણખોરી કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરતા એક પાકિસ્તાની માછીમાર અને બે ફિશિંગ બોટ ઝડપી લેવામાં BSF ને સફળતા મળી છે.

અમદાવાદ: ખરાબ વાતાવરણનો ગેરલાભ લઈ ભારતીય સીમામાં ઘૂસણખોરી કરનારા તત્વોના નાપાક ઇરાદાઓને ફરી એકવાર BSFએ નાકામ કરી દીધા છે. સરક્રીક (Surcreek) વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિ ધ્યાને આવતા BSFના જવાનો સતર્ક થઈ ગયા અને BSF ભુજની ટુકડીઓ પેટ્રોલિંગ કરતી વખતે સર ક્રીક વિસ્તારમાંથી ઘૂસણખોરી કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરતા એક પાકિસ્તાની માછીમાર અને બે ફિશિંગ બોટ ઝડપી લેવામાં BSF ને સફળતા મળી છે.

સીમા પર શંકાસ્પદ હિલચાલ સામે સઘન સર્ચ ઓપરેશન શરૂ કરી દેવાયું છે. ભારતીય સીમાનો સામાન્ય વિસ્તાર લખપતવારી ખાડી કે જે સર ક્રીક વિસ્તાર તરીકે ઓળખાય છે ત્યાં BSF ભુજના ટુકડીઓ પેટ્રોલિંગ કરતી વખતે 4-5 પાક માછીમારો સાથે કેટલીક પાક ફિશિંગ બોટની હિલચાલ ધ્યાને આવી હતી. કિચડવાળો દરિયાઈ સ્થિતિનો લાભ લઈને ભારતીય ક્ષેત્રમાં આ શખ્સો પ્રવેશવાનો પ્રયાસ કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું.

બીએસએફની સતર્ક પેટ્રોલિંગ ટૂકડીએ પાકિસ્તાની ઘૂસણખોરોનો પ્રયાસ કરતા જ તેમને અટકાવ્યા હતા. બીજીતરફ પાક ઘુસણખોરોએ BSFની પેટ્રોલિંગ ટુકડીને જોઈ નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. BSF પેટ્રોલિંગે તેમનો પીછો કર્યો અને 01 પાકિસ્તાની માછીમારોને પકડી લીધા હતા અને 03 પાકિસ્તાની માછીમારી બોટ જપ્ત કરી લેવાઈ હતી.

જ્યારે બાકીના પાકિસ્તાની માછીમારો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ વિસ્તારના કાંપવાળા અને ભેજવાળા ભૂપ્રદેશનો લાભ લઈને પાકિસ્તાની ઘૂસણખોરી કરતા હોય છે. જેને લઈને BSF વધુ સતર્ક થઈ ગઈ છે. BSF દ્વારા જપ્ત કરાયેલી બોટની તપાસ કરવામાં આવી હતી. અને તેમાંથી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. આ વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કરી સર્ચ કરવામાં આવ્યું છે.

હજુ સુધી ત્યાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી પરંતુ ઓપરેશન હજુ ચાલુ છે.  મહત્વનું છે કે ગુજરાતમાં હરામી નાળા ક્રિક એરિયા પહેલા ચેલેન્જ સમાન હતા. પણ હાલમાં BSF દ્વારા હરામીનાળાના અને ક્રિકેના એન્ટ્રી પોઇન્ટસ  પૂરી રીતે સીલ કર્યા છે. અને BSF ની સતર્કતા જ  ઘૂસણખોરી કરનારાઓના નાપાક ઇરાદાઓને નાકામિયાબ બનાવવામાં આવી રહ્યા છે.
Published by:ankit patel
First published:

Tags: BSF, Gujarati news, પાકિસ્તાની બોટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन