અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની મુશ્કેલીઓમાં વધારો, HCમાં વધુ એક રિટ

ankit patel
Updated: October 3, 2019, 9:13 PM IST
અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની મુશ્કેલીઓમાં વધારો, HCમાં વધુ એક રિટ
સંજય જોશી, અમદાવાદ: અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ૨૧મી ઓક્ટોબરના રોજ યોજાનારી વિધાનસભાની પેટા ચૂંટણી લડવાથી તેમને રોકવાની દાદ માંગતી હાઈકોર્ટમાં થયેલી અરજીના કેસમાં નવો વળાંક આવ્યો છે. આ અરજી પર સુનાવણી સોમવારે હાઈકોર્ટમા છે ત્યારે અરજદારના વકીલ ધર્મેશ ગુર્જરે એવો આક્ષેપ કર્યો છે કે, તેમને ડરાવવાના અને પ્રલોભનો આપવાના પ્રયાસ થઈ રહ્યા છે.

૨૧મી ઓક્ટોબરના રોજ યોજાનારી વિધાનસભાની પેટા ચૂંટણી (by election) લડવાથી તેમને રોકવાની દાદ માગવામાં આવી છે.

  • Share this:
સંજય જોશી, અમદાવાદ: કોંગ્રેસમાંથી (congress)પક્ષપલટો કરીને ભાજપમાં (BJP)જોડાયેલા અલ્પેશ ઠાકોર (Alpesh thakor) અને ધવલસિંહ ઝાલાની (Dhavlsinh Zala)મુશ્કેલીઓમાં વધારો કરતી વધુ એક રિટ હાઇકોર્ટ (Gujarat high court)સમક્ષ કરવામાં આવી છે. જેમાં ૨૧મી ઓક્ટોબરના રોજ યોજાનારી વિધાનસભાની પેટા ચૂંટણી (by election) લડવાથી તેમને રોકવાની દાદ માગવામાં આવી છે. આ રિટ દાખલ કરી દેવામાં આવી છે અને તેના પર આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાય એવી શક્યતા છે.

આ સમગ્ર મામલે અરજદાર સુરેશભાઇ સિંગલે એજવોકેટ ધર્મેશ ગુર્જર મારફતે હાઇકોર્ટ સમક્ષ રિટ કરીને એવી રજૂઆત કરી છે કે આ બન્ને ધારાસભ્યોએ તેમના મતદારો સાથે વિશ્વાસઘાત કર્યો હોવાથી તેમને આ ચૂંટણી લડવાથી રોકવા જોઇએ. એટલું જ નહીં હાલમાં આ બંન્ને વિરૂદ્ધ હાઇકોર્ટમાં થયેલી અરજીમાં સ્પીકર તેમના વિશે નિર્ણય લેશે તેવી બાહેંધરી અપાઇ છે.

ત્યારે જ્યાં સુધી વિધાનસબાના સ્પીકર બન્નેને યોગ્ય કે અયોગ્ય ઠેરવવાના મુદ્દે કોઇ નિર્ણય ન કરે ત્યાં સુધી તેમને ચૂંટણી લડવાની કોઇ સત્તા નથી.તે ઉપરાંત ચૂંટણી પંચે પણ પહેલા ગુજરાત વિધાનસભાની ચાર બેઠકો પર પેટા ચૂંટણી જાહેર કરી હતી અને ત્યારબાદ કોઇ કારણોસર તેમણે રાધનપુર અને બાયડની ચૂંટણી અંગેનું પરિપત્ર કર્યું છે. જે પણ શંકા ઉપજાવતી બાબત છે.’

આ પણ વાંચોઃ-મદ્રસા તાલીમુલ ઇસ્લામ જમીન વિવાદ મામલો વકફ ટ્રિબ્યુનલનો મહત્વનો ચુકાદો

વધુમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે,‘અલ્પેશ ઠાકોર પહેલાં કોંગ્રેસ તરફથી રાધનપુરના ધારાસભ્ય હતા ધવલસિંહ ઝાલા કોંગ્રેસ તરફથી બાયડના ધારાસભ્ય હતા. તેમણે ગત રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના વ્હીપનો ભંગ કરી ક્રોસવોટિંગ દ્વારા ભાજપને મત આપ્યો. ત્યારબાદ તેમણે ધારાસભ્યપદેથી રાજીનામું આપી ભાજપમાં પ્રવેશ કર્યો છે.

બન્ને ધારાસભ્યો પર પક્ષાંતર ધારાની જોગવાઇઓ લાગુ કરી તેમને છ વર્ષ સુધી કોઇપણ ચૂંટણી લડવાથી પ્રતિબંધિત કરવામાં આવે તેવી માગ કોંગ્રેસે કરી છે. તેમના રાજીનામાના કારણે આ બેઠકો ખાલી પડતા ત્યાં પેટાચૂંટણી યોજાવાની છે અને આ બન્ને પૂર્વ ધારાસભ્યો હવે ભાજપના ઉમેદવાર છે.જો તેઓ ચૂંટણી જીતશે અને ત્યારબાદ સ્પીકર દ્વારા કોઇ નિર્ણય કરાશે તો ચૂંટણી વ્યર્થ જશે અને નાગરિકોના નાણાની બરબાદી થશે. અલ્પેશ ઠાકોર સમાજને પહેલાં એવું કહેતા હતા કે તેઓ રાજકારણમાં જોડાશે નહીં, પરંતુ ત્યારબાદ તેઓ કોંગ્રેસના ધારાસભ્ય બની એવું કહેવા લાગ્યા કે તેઓ સત્તામાં રહી સમાજની સેવા કરવા માગે છે. હવે તેઓ તક જોઇને ભાજપમાં જોડાયા છે. આ બન્ને ધારાસભ્યો અંગત લાભના કારણે મતદારો સાથે દગો કરી રહ્યા હોવાનો અરજદારનો આક્ષેપ છે. તેથી તેમને ચૂંટણી લડવાથી રોકવા જોઇએ.
First published: October 3, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading