અમદાવાદ: વધુ એક પોલીસ કોન્સ્ટેબલ કોરોના પોઝિટિવ, સહકર્મીઓને કરાયા ક્વૉરન્ટાઇન

News18 Gujarati
Updated: April 16, 2020, 7:50 AM IST
અમદાવાદ: વધુ એક પોલીસ કોન્સ્ટેબલ કોરોના પોઝિટિવ, સહકર્મીઓને કરાયા ક્વૉરન્ટાઇન
પ્રતિકાત્મક તસવીર

નોંધનીય છે કે, ત્રણ દિવસ પહેલા કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સંદીપ પરમારનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો.

  • Share this:
અમદાવાદ : શહેરમાં કોરોના વાયરસને કારણે સંક્રમિત થતા લોકોની સંખ્યા ઘણી ઝડપથી વધી રહી છે. ગઇકાલે એટલે બુધવારે અમદાવાદમાં 88 કેસ નવા નોંધાયા છે. જેના પગલે શહેરમાં લોકોને સુરક્ષિત રાખતા પોલીસ કર્મચારીઓનાં પણ કોરોનાની તપાસ કરવામાં આવી હતી. જેમાં એસજી હાઈવેનાં ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કૉન્સ્ટેબલ હર્ષદભાઇને પણ કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નોંધનીય છે કે, ત્રણ દિવસ પહેલા કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સંદીપ પરમારનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે, સંદીપ પરમાર અને હર્ષદભાઈ બંનેનાં ઘર આજુ બાજુમાં જ છે. જેથી લોકલ ટ્રાન્સમિશનનાં કારણે હર્ષદભાઈને ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. હર્ષદભાઈની સાથે ફરજ બજાવનારા એક મહિલા TRB અને બે મહિલા પોલીસકર્મી સહિત ચાર લોકોને હોમ ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. આ સાથે હવે તેમના સંપર્કમાં આવેલા અન્ય લોકોની પણ તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો : Lockdown2.0 : ખુશખબર! રાજ્ય સરકારે બનાવ્યો માસ્ટર પ્લાન, કેટલાક ઉદ્યોગનો મળશે છૂટ

ઉલ્લેખનીય છે કે, શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં સંક્રમણને વધતું અટકાવવા માટે કોટ વિસ્તારમાં કર્ફયૂ લગાવાયો છે. શહેરના સાત વિસ્તારોમાં કર્ફયૂનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે, ત્યારે મહિલાઓને કર્ફયૂ દરમિયાન અપાયેલ છૂટછાટ સમયે જીવનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી માટે જાય ત્યારે યોગ્ય સોશ્યલ ડિસ્ટન્સ જાળવે અને જ્યાં લાઈન હોય ત્યાં પણ અંતર રાખે. શહેરમાં કર્ફયૂ ભંગના 17 ગુનાઓ પણ નોંધવામાં આવ્યા છે.

આ પણ જુઓ : 
First published: April 16, 2020, 7:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading