Home /News /madhya-gujarat /

અમદાવાદ: શહેરમાં વધુ એક હત્યા, સોલા બાદ કાગડાપીઠમાં નજીવી તકરારમાં ખેલાયો ખૂની ખેલ

અમદાવાદ: શહેરમાં વધુ એક હત્યા, સોલા બાદ કાગડાપીઠમાં નજીવી તકરારમાં ખેલાયો ખૂની ખેલ

આરોપી.

કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિગારેટ પીવા જેવી નજીવી બાબતમાં થયેલી બોલાચાલીમાં છરીના ઘા મારી દેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનનું મોત.

અમદાવાદ: શહેરમાં સતત બીજા દિવસે હત્યા (Ahmedabad Murder Case)નો વધુ એક બનાવ સામે આવ્યો છે. મંગળવારે સોલા (Sola Area- Ahmedabad)માં એક યુવાનનો મૃતદેહ મળ્યો હતો, જે મામલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. બીજી બાજુ કાગડાપીઠ પોલીસ સ્ટેશન (Kagdapith Police Station) વિસ્તારમાં સિગારેટ પીવા જેવી નજીવી બાબતમાં થયેલી બોલાચાલીમાં છરીના ઘા મારી દેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનનું મોત થયું છે.

બહેરામપુરા મ્યુનિસિપલ હેલ્થ સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા ધર્મેશ કબીરાએ પોલીસ ફરિયાદ આપી છે કે, ગઇકાલે રાત્રે તેઓ ઘરે હાજર હતા ત્યારે તેનો નાનાભાઈ જયદીપ ત્યાં આવ્યો હતો અને કહ્યું હતું કે તેમના મોટાભાઈ અજયને હિતેશ પરમાર નામના વ્યક્તિએ પંડિત નહેરુ સ્કૂલ પાસે સીઓની કોલોની નજીક ગળાના ભાગે છરીના ઘા માર્યા છે. જેથી તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતાં.

આ પણ વાંચો: 

જ્યાં જોયું તો તેનો મોટોભાઈ લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. જે બાદમાં તેને 108 મારફતે એલ. જી. હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

આ પણ જુઓ-

આ અંગેની જાણ પોલીસને કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. જોકે, છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ શહેરમાં જે રીતે એક પછી એક ચોરી, ચેન સ્નેચિંગ, મારામારી અને હત્યાના બનાવો સામે આવી રહ્યા છે તે જોતાં લાગી રહ્યું છે કે શહેરમાં ગુનેગારો બેફામ બન્યા છે. આવા તત્વોને જાણે કે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ એક પછી એક ગુનાને અંજામ આપે છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Ahmedabad police, અમદાવાદ, ગુનો, હત્યા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन