ગુજરાતના સિંહોને અખિલેશનો દરબાર માફક નથી, કુબેરનું થયું મોત

Parthesh Nair | IBN7
Updated: June 2, 2016, 4:31 PM IST
ગુજરાતના સિંહોને અખિલેશનો દરબાર માફક નથી, કુબેરનું થયું મોત
ગુજરાતના સિંહોને UPનું વાતાવરણ માફક આવ્યું નથી. ઉત્તરપ્રદેશના પ્રસ્તાવિત લાયન સફારીમાં વધુ એક સિંહનું મોત થયું છે. આ સિંહ કુબેર ગુજરાતથી લાવવામાં આવ્યો હતો. કુબેરની તબિયત ગત ઘણા દિવસોથી ખરાબ હતી. આ પહેલા પણ ઘણા સિંહ અને સાવજોના મોત થઇ ચૂક્યા છે.

  • IBN7
  • Last Updated: June 2, 2016, 4:31 PM IST
  • Share this:
નવી દિલ્હી# ગુજરાતના સિંહોને UPનું વાતાવરણ માફક આવ્યું નથી. ઉત્તરપ્રદેશના પ્રસ્તાવિત લાયન સફારીમાં વધુ એક સિંહનું મોત થયું છે. આ સિંહ કુબેર ગુજરાતથી લાવવામાં આવ્યો હતો. કુબેરની તબિયત ગત ઘણા દિવસોથી ખરાબ હતી. આ પહેલા પણ ઘણા સિંહ અને સાવજોના મોત થઇ ચૂક્યા છે.

સિંહણ લક્ષ્મી, તપસ્યા અને વિષ્ણુના આ પહેલા મોત થઇ ચૂક્યા છે, જ્યારે આજે કુબેરનું પણ મૃત્યું થયું છે. આ ઉપરાંત એક-એક કરીને પાંચ સાવજોના પણ મોત થઇ ચૂક્યા છે. કુલ 11 સિંહ ગુજરાત માંથી લાવવામાં આવ્યા હતા.

આજે કુબેરના મૃત્યુ બાદ એક સિંહણની જોડી ખંડિત થઇ ગઇ છે. જોડીમાં પટૌદી-જેસિકા, કુઆંરી-કુબેર, મનન-હીર અને ગીગો-ગ્રીસ્મા ની જોડીયો શામેલ હતી. હવે કુલ 7 સિંહો જ અહીંયા રહી રહ્યાં છે. એક બાદ એક સિંહોના મોતને લઇને તેમના માટે ઉભી કરેલ વ્યવસ્થા સામે સવાલ ઉભા થઇ રહ્યાં છે.
First published: June 2, 2016, 4:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading