'ઢબુડી મા' સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અરજી, રૂ. બે લાખ લીધાનો આરોપ

News18 Gujarati
Updated: September 16, 2019, 4:38 PM IST
'ઢબુડી મા' સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અરજી, રૂ. બે લાખ લીધાનો આરોપ
ધનજી ઓડની ફાઇલ તસવીર

ધનજી સામે આરોપ લાગ્યો છે કે તેને ફરિયાદીના દિકરીને સરકારી નોકરી અપાવવાની વાત કરી હતી. અને જેને લઈ માનતા રાખવી પડશે અને સાથો સાથ ચઢાવો આપવો પડશે

  • Share this:
નવીન ઝા, અમદાવાદઃ ધનજી ઓડ ઉર્ફે ઢબુડી સામે વધુ એક અરજી ચાંદખેડા પોલીસ સ્ટેશમાં (police)નોંધાઈ ગઈ છે. મૃણાલીની લેઉવા નામના એક વૃદ્ધ મહિલાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે અને ધનજી (Dhanji aud) સામે ફરિયાદ કરવા દરખાસ્ત કરી છે.

ધનજી સામે આરોપ લાગ્યો છે કે તેને ફરિયાદીના દિકરીને સરકારી નોકરી અપાવવાની વાત કરી હતી. અને જેને લઈ માનતા રાખવી પડશે અને સાથો સાથ ચઢાવો આપવો પડશે. તેમ કહી તેમની પાસેથી રુપિયા બે લાખ લઈ લીઘા છે. જોકે, ત્યારબાદ નોકરી અપાવી નથી.

મળતી માહિતી પ્રમાણે ધનજીના માણસોએ તેમને 12 રવિવાર ભરવા અને સાથો સાથ ચઢાવા માટે રુપિયાની માંગણી કરી હતી. અને તે માંગણી પુરી કર્યા બાદ પણ તેમને નોકરી મળી નથી. જેથી તેમને તેમની સાથે છેતરપિંડીનો અહેસાસ થતા તેમને ફરિયાદ માટે ચાંદખેડામાં કાર્યવાહી કરી હતી. અને જેમાં પોલીસે હાલ અરજી લીધી છે અને તપાસ શરુ કરી છે.

નોંધનીય છે કે આ પહેલા પેથાપુર પોલીસ સ્ટેશનમાં (Pethapur police station) પણ ધનજી સામે એક અરજી થઈ છે. અને જેની તપાસ ચાલી રહી છે. પેથાપુર પોલીસ સ્ટેશનમાં થઈ અરજીમાં અરજદારના પુત્રને કેન્સર માટાડી દેવાની વાત કરવામાં આવી હતી. અને તેની દવાઓ પણ બંધ કરી દેવામાં આવી હતી તેવો આક્ષેપો સાથે એક અરજી કરવામાં આવી છે. જેમાં ધનજીનુ નિવેદનમાં પણ લેવામાં આવ્યું છે. હાલ બન્ને પોલીસે બન્ને અરજીઓના આધારે કાર્યવાહી કરી છે. ત્યારે ધંતિગ બાજ ધનજીને મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે.
First published: September 15, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading