અમદાવાદમાં ટેસ્ટ ડ્રાઇવના બહાને બાઇક ચોરીનો બીજો બનાવ, 1.12 લાખનું બાઇક ચોરાયું

News18 Gujarati
Updated: November 29, 2019, 8:23 AM IST
અમદાવાદમાં ટેસ્ટ ડ્રાઇવના બહાને બાઇક ચોરીનો બીજો બનાવ, 1.12 લાખનું બાઇક ચોરાયું
તસવીર પ્રતિકાત્મક છે.

ટેસ્ટ ડ્રાઇવ માટે નીકળેલા શખ્સે બાઇક વાઇબ્રેટ થાય છે તેવું કહીને બાઇક પાછળ બેઠેલા ગાર્ડને નીચે ઉતારીને ધક્કો મારી દીધો હતો.

  • Share this:
અમદાવાદઃ ચાંદખેડામાં એક શખ્સ ટેસ્ટ ડ્રાઇવના બહાને બાઇક લઇને ફરાર થઇ ગયો હતો. શહેરમાં હવે વધુ એક આવો જ કિસ્સો પાલડી વિસ્તારમાં બન્યો છે. એક શો રૂમમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલો શખ્સ ગાર્ડને પાછળ બેસાડી ટેસ્ટ ડ્રાઇવ માટે નીકળ્યો હતો. બાદમાં રસ્તામાં બાઇકમાં વાઇબ્રેશન મારે છે તેમ કહી ગાર્ડને ઉતારીને ગાર્ડને ધક્કો મારીને 1.12 લાખનું બાઇક લઈને ફરાર થઇ ગયો હતો. પાલડી પોલીસને આ અંગે જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મૂળ ઉત્તર પ્રદેશના સત્યમ બુંદેલા મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે આવેલા ટીવીએસના શોરૂમમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. ચાર દિવસ પહેલા તેમના મેનેજરે ધવલભાઇએ કહ્યું હતું કે એક ગ્રાહક આવ્યા છે તેમને અપાચે બાઇકની ટેસ્ટ ડ્રાઇવ અપાવવાની છે. જેથી તેઓ ગ્રાહક તરીકે આવેલા હર્ષલ પટેલને લઇને બાઇકની ટેસ્ટ ડ્રાઇવ અપાવવા માટે નીકળ્યા હતા. પાલડી જલારામ મંદિર પાસે પહોંચતા જ બાઇકમાં વાઇબ્રેશન મારે છે તેમ કહી આ શખ્સે સત્યમને નીચે ઉતારી દીધો હતો. બાદમાં તેને ધક્કો મારી તે પાલડી તરફ ફરાર થઇ ગયો હતો.

સત્યમે તેમના મેનેજરને ફોન કરીને આ અંગે જાણ કરતા જ તેમણે પાલડી પોલીસનો સંપર્ક સાધી પાલડી પોલીસ સ્ટેશનમાં આઇપીસી 392 મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ચાંદખેડામાં ટેસ્ટ ડ્રાઇવના બહાને શખ્સ 1.40 લાખ રૂપિયાનું બાઇક લઈને ફરાર

ગુરુવારે શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. એક શખ્સે ટેસ્ટ ડ્રાઈવ લેવાના બહાને લાખોની કિંમતની બાઈક લઈને ફરાર થઈ ગયો હતો. આટલું ઓછું હોય તેમ આરોપી બાઇક લઈ જવાની સાથે સાથે ચોરીનું એક બાઇક શોરૂમ પાસે મૂકી ગયો હતો. આ મામલે ઇશ્વરભાઈ પરમાર નામના વ્યક્તિએ ફરિયાદ આપી છે કે, ગત 20 નવેમ્બરના રોજ એક શખ્સ આવ્યો હતો અને બાઈક (યામાહા આર.15 વી 3 મોડલ)ની ટેસ્ટ ડ્રાઈવની માંગણી કરી હતી. જે બાદ ફરિયાદીએ બીજા દિવસે ટેસ્ટ ડ્રાઈવ માટે આવવા કહ્યું હતું. 21મી નવેમ્બરના રોજ આરોપીનો ફોન આવ્યો અને તેને ટેસ્ટ ડ્રાઈવ માટેની વાત કરી હતી.

જે બાદ ફરિયાદીએ વ્યક્તિને બોલાવીને ટેસ્ટ ડ્રાઈવ આપી હતી. જોકે, ટેસ્ટ ડ્રાઇવ બાદ શખ્સ પરત આવ્યો ન હતો. જે બાદ ફરિયાદીએ તેના ફોન નંબર પર ફોન કરતા આ નંબર બંધ આવ્યો હતો. આ મામલે તેમણે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદ બાદ પોલીસે છેતરપિંડીની ફરિયાદ નોંધીને 1,41,880ની કિંમતની બાઈકની તપાસ શરૂ કરી છે.
First published: November 29, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading