રેલવેનો 139 હેલ્પલાઈન નંબર હવે Free નહી! 1 મિનિટ કોલનો લાગશે 5 રૂપિયા ચાર્જ


Updated: December 26, 2019, 11:26 PM IST
રેલવેનો 139 હેલ્પલાઈન નંબર હવે Free નહી! 1 મિનિટ કોલનો લાગશે 5 રૂપિયા ચાર્જ
પ્રવાસીઓને રેલ્વેનો હેલ્પલાઈન નંબર 139 પર કોલ કરવાનું મોંઘુ પડશે

પ્રવાસીઓને રેલ્વેનો હેલ્પલાઈન નંબર 139 પર કોલ કરવાનું મોંઘુ પડશે - એક મીનિટનો ચાર્જ 5 રૂપિયા કરવામાં આવ્યો.

  • Share this:
ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા છો, અને જો તમારે કોઈ રેલવેને લગતી ફરિયાદ નોંધાવી છે. તો હેલ્પ લાઈન નંબર પર કોલ કરવો મોંઘો પડશે કારણે કે, 139 હેલ્પલાઈન નંબર અત્યારે તો ફ્રી છે. પરંતુ પહેલી જાન્યુઆરી પછી ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. એટલે કે એક મિનિટના 5 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. પરંતુ જો તમારા ફોનમાં ચાર રૂપિયાનુ જ બેલેન્સ છે તો પછી તમે 139 નંબર પર કોલ નહી કરી શકો.

પહેલી જાન્યુઆરીથી નવી સુવિધા અમલી બની જશે. સાથે સાથે એક "રેલમદદ" એપ શરુ કરવામાં આવી છે, અને એપ ડાઉનલોડ કરીને પણ ફરિયાદ નોંધાવી શકશો. જોકે પ્રવાસીઓને ફરિયાદ કરવી મોંઘી પડશે પરંતુ રેલવેને હેલ્પ લાઈન પર મળતા ફેક કોલમાંથી છુટકારો મળશે.

ન્યુઝ 18 ગુજરાતી સાથે અમદાવાદ રેલવેના પીઆરઓ પ્રદિપ શર્માએ જણાવ્યું હતુ કે, પહેલી જાન્યુઆરીથી રેલવેના અલગ અલગ હેલ્પ લાઈન નંબરો બંધ કરાશે અને 139 અને 182 નંબર ચાલુ રહેશે. જેના પર તમામ પ્રકારની ફરિયાદ પ્રવાસીઓ નોંધાવી શકશે. પરંતુ પહેલી જાન્યુઆરીથી 139 નંબર પર કોલ કરવા માટે એક મિનિટના 5 રૂપિયા ચાર્જ પ્રવાસીએ ચુકવો પડશે.

મહત્વપૂર્ણ છે કે, રેલવે મંત્રાલાય દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે હેલ્પ લાઈન નંબર આપવામાં આવ્યા હતા. કેટરીંગ સર્વિસ હેલ્પ લાઈન નં. 1800111321,એક્સીડેન્ટ અને સેફટી હેલ્પ લાઈન નં.1072, મેસેજ ફરિયાદ માટેના હેલ્પ લાઈન નં. 9717630982,જનરલ ફરિયાદ માટેના હેલ્પ લાઈન નં. 138, વિઝિલન્સ હેલ્પ લાઈન નં. 152210,ક્લીન માય કોચ નં. 58888, જેમાં અલગ અલગ નંબર પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકતા હતા.

પરંતુ પહેલી જાન્યુઆરીથી 139 અને 182 હેલ્પ લાઈન નંબર ચાલુ રહેશે, અને બાકીના તમામ નંબર બંધ થઈ જશે. જોકે રેલવે અધિકારીએ જણાવ્યુ હતુ કે, કોલ કરવાનો ચાર્જ રાખવામાં આવ્યો છે. જેના કારણે ફેક કોલથી છુટકારો મળશે, કારણ કે રોજના 150 જેટલા કોલ રેલવેને આવે છે જેમાં 90 ટકા કોલ ફેક હોય છે.
First published: December 26, 2019, 6:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading