અમદાવાદમાં ખાનગી ધિરાણ પેઢીમાં લૂંટનાં પ્રયાસને કર્મચારીઓ-લોકોએ નિષ્ફળ બનાવ્યો

News18 Gujarati
Updated: July 6, 2019, 4:53 PM IST
અમદાવાદમાં ખાનગી ધિરાણ પેઢીમાં લૂંટનાં પ્રયાસને કર્મચારીઓ-લોકોએ નિષ્ફળ બનાવ્યો
બેંકમાં એક વ્યક્તિએ ફાયરિંગ કરીને લૂંટનો પ્રયાસ કર્યો હતો.

બેંકનાં કર્મચારી અને ઉભેલા લોકોની બહાદુરી અને સમયસૂચકચતાને કારણેઆરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.

  • Share this:
નવીન ઝા, અમદાવાદ : અમદાવાદનાં ઘાટલોડિયા વિસ્તારની એક ખાનગી ધિરાણ પેઢીમાં હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરીને લૂંટ કરવાનો પ્રયાસ કર્યો  હતો. જોકે તેની અટકાયત કરી લેવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્ચાં છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરનાં ઘાટલોડિયા વિસ્તારની ખાનગી ધિરાણ પેઢીને એક વ્યક્તિએ  લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. આ વ્યક્તિએ બેંકનાં રિસેપ્શન પર લોકોને ધમકાવ્યાં હતાં. બેંકનાં કર્મચારી અને ઉભેલા લોકોની બહાદુરી અને સમયસૂચકચતાને કારણે ઝડપી પાડ્યો છે. જે બાદ લોકો પોલીસને જાણ કરે છે અને તેઓ પણ ઘટનાસ્થળે આવીને તેની અટકાયત કરે છે. હાલ ક્રાઇમ બ્રાંચ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે હાજર છે.

બેંકમાં એક વ્યક્તિએ ફાયરિંગ કરીને લૂંટનો પ્રયાસ કર્યો હતો.


શું થયું હતું ?

IIFLનાં રિજનલ હેડ, કમલેશ સેનાનીએ આ અંગે જણાવતા કહ્યું કે, 'એક વ્યક્તિ હેલ્મેટ પહેરી અને મોં પર બાંધીને અંદર આવ્યો હતો. તેના હાથમાં બંદૂક પણ હતી. અંદર આવતાની સાથે તેણે ધમકાવીને કહ્યું કે તમારી પાસે જેટલી કેસ હોય તે મારી બેગમાં ભરી દો. થોડા રૂપિયા તેની બેગમાં ભર્યા અને બીજી બાજુ બ્રાંચ મેનેજર વોશ રૂમ ગયા હતા અને તેમને આ વાતની થોડી શંકા થઇ. પછી તેમણે  પાણીનો ગ્લાસ દૂરથી છૂટ્ટો માર્યો હતો. તેથી તેનું ઘ્યાન થોડું બીજી તરફ ગયું. આ વાતનો ફાયદો ઉઠાવીને લૂંટારૂને અહીંનાં કર્મચારીઓ અને લોકોએ ઝડપી પાડ્યો હતો. આ ઝપાઝપીમાં જ તેણે ફાયરિંગ કરીને કહ્યું હતું કે મને છોડી દો હું ગન ચલાવી દઇશ. તે બોલતા બોલતા જ તેણ ફાયરિંગ કર્યું હતું. અંતે અમે તેને ઝડપી લીધો અને પોલીસને હવાલે કરી દીધો.'

આ પણ વાંચો : અમિત જેઠવા હત્યા કેસમાં પૂર્વ સાંસદ દીનુ સોલંકી સહિત 7 આરોપીઓ દોષિતતપાસમાં પહોંચ્યા ક્રાઇમ બ્રાંચનાં અધિકારીઓ 

હાલ ક્રાઇમ બ્રાંચનાં અધિકારીઓ અને સ્થાનિક પોલીસ આરોપી સાથે પૂછપરછ કરી રહી છે. તેઓ પેઢીની અંદરનાં અને બહારનાં સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી રહ્યાં છે.
First published: July 6, 2019, 2:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading