લૂંટ વીથ મર્ડર: પરિવારને ઢોર માર મારી ચલાવી લૂંટ, એકનું મોત

News18 Gujarati
Updated: May 5, 2019, 11:19 AM IST
લૂંટ વીથ મર્ડર: પરિવારને ઢોર માર મારી ચલાવી લૂંટ, એકનું મોત
અમદાવાદમાં રોજેરોજ લૂંટ મર્ડરનાં ગુનાઓ વધી રહ્યાં છે.

ગુણોદય ધામ જૈન દેરાસરમાં વહેલી સવારે ગુણોદય ધામમાં રહેતાં માલધારી પરીવારને માર મારી લુંટારૂ ટોળકીએ લૂંટ ચલાવી હતી.

  • Share this:
ભાવિક આચાર્ય, અમદાવાદ: શહેરમાં રોજેરોજ લૂંટ મર્ડરનાં ગુનાઓ વધી રહ્યાં છે. ધંધુકામાં એક લુંટ વીથ મર્ડરની ઘટના સામે આવી છે. જેમાં ગુણોદય ધામ જૈન દેરાસરમાં વહેલી સવારે ગુણોદય ધામમાં રહેતાં માલધારી પરીવારને માર મારી લુંટારૂ ટોળકીએ લૂંટ ચલાવી હતી. જેમાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે 4થી 5 લોકોની હાલત ગંભીર છે. આ ઉપરાંત 1.30 લાખથી વધુની લૂંટ કરવામાં આવી છે. અજાણ્યા 10થી 12 શખ્સોની ટોળકી એ લુંટ વીથ મર્ડરની ઘટનાને અંજામ આપી ફરાર થઇ ગયા છે. જેમાં પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે ફેદરા રોડ પર આવેલા ગુણોદય ધામ જૈન દેરાસરમા લૂંટારું ટોળકીએ ત્રાટકી હતી. ગુણોદયમાં મોટું જૈન દેરાસર આવેલું છે. આ દુર્ઘટનામાં ભોગ બનનાર ભરવાડ પરિવાર દેરાસરમાં જ રહેતો હતો. લૂંટારૂઓએ પરિવારના ઘરમાં ઘૂસી સભ્યોને માર મારી લૂંટ કરી હતી. જેમાં 1 વ્યકિતનું મોત નીપજ્યું છે. જ્યારે 4થી5 લોકોને ગંભીર હાલતમાં છે. ઇજાગ્રસ્તોને અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.

જુઓ : Video: અમદાવાદના ખોખરા સ્મશાનગૃહ પાસે યુવકની હત્યા, આરોપીની ધરપકડ કરાઈ

મોડી રાતે આસરે અઢી વાગ્યાની આસપાસ લૂંટારું ટોળકી ત્રાટકી હતી. 1.30 લાખથી વધુની લૂંટ કરી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે એસપી, DYSP અને ધંધુકા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ વધુ તપાસ શરૂ કરી છે.
First published: May 5, 2019, 11:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading