1.46 કરોડના એમ ડી ડ્રગ્સના આરોપીએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી

News18 Gujarati
Updated: November 22, 2019, 7:30 PM IST
1.46 કરોડના એમ ડી ડ્રગ્સના આરોપીએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી
શુક્રવારે જજે આ નિર્ણય સંભળાવ્યો હતો. અને આ મામલે તમામ સુનવણી હવે પૂરી થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે સિંગાપુરમાં લોકડાઉન દરમિયાન અનેક કોર્ટમાં સુનવણીઓ અટકીને પડી છે. એપ્રિલની શરૂઆતમાં અહીં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. જે ગંભીર કેસ હતા તેની સુનવણી આ રીતે કરવામાં આવી છે. સિંગાપુરમાં ડ્રગ્સને લઇને કડકમાં કડક સજા સંભળાવવામાં આવે છે. અને આવા કેસમાં મોટા ભાગે ફાંસીની સજા મળવાની સંભાવના વધી જાય છે. જેમાં અનેક વિદેશી નાગરિકો પણ સામેલ છે. જો કે સિંગાપુરના માનવઅધિકાર આયોગના એશિયન ડિવિઝનના ડિપ્યુી ડાયરેકર ફિલ રોબર્ટસને કહ્યું કે સિંગાપુરમાં ફાંસીની સજા અમાનવીય અને ક્રૂર છે. વળી ઝૂમ એપથી ફાંસી સજા સંભળાવવી તે સૌથી ખરાબ વાત છે. નાઇઝીરિયામાં પણ એક કેસમાં આ રીતે ઝૂમ વીડિયો એપથી ફાંસીની સજા આપવામાં આવી છે.

ક્રાઇમ બ્રાન્ચે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી

  • Share this:
અમદાવાદ : ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા 1.46 કરોડના ડ્ર્ગ્સ મામલે ચાર આરોપીઓ પૈકીના આરોપી શહેઝાદ તેજાબ વાળાએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી છે. ઉલ્લખનીય છે કે ગુજરાતના વરિષ્ઠ રાજનેતા શંકરસિંહ વાઘેલા ‘બાપુ’ની પાર્ટી જનવિકલ્પના ઉમેદવાર રહેલા તેજાબવાલા શેહજાદ હુસૈનને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે SG હાઈવે પર આવેલ એક ટ્રાવેલ્સના લક્ઝરી બસના ડ્રાઈવર પાસેથી કુરિયરમાં દોઢ કરોડનું એમડી ડ્રગ્સ લેતા ઝડપી પાડ્યો હતો.કરોડના ડ્રગ્સ કૌભાંડ શહેજાદ ખાન અને તેના સાથીઓ અન્ય રાજ્યના કેટલાક ડ્રગ્સ માફિયાઓ સાથે સીધા સંપર્કમાં હોવાની માહિતી મળી હતી. તમામ ઘટનાને જોતા ઉચ્ચ અધિકારીઓ તપાસમાં લાગી ગયા હતા અને કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.


પોલીસે ડ્રગ્સ માફિયા શેહજાદ હુસૈનના સાગરિતો તેમજ તેમના લાગતા વળગતા લોકો સામે તપાસ શરુ કરી હતી. પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા શેહજાદ હુસૈનની તપાસ કરતા શેહજાદ સાથે તેમના પિતા અને બીજા 2 લોકોની ધરપકડ કરાઇ હતી.પરંતુ પોલીસનું માનવુ હતુ કે શેહજાદ પોતે શાકભાજીના વેપારીના પડદા પાછળ ડ્રગ્સનું રેકેટ ચલાવતો હતો.






આ પણ વાંચો - નિત્યાનંદ કેસ: પોલીસે ઝડપેલી સાધિકાઓ સાથે નિત્યાનંદ ડિજિટલી કનેક્ટ હોવાની આશંકા

ડ્રગ્સ સપ્લાય માટે એક મોટુ નેટવર્ક શેહજાદ દ્વારા ઉભુ કરાયેલુ હોય તેવી પુરે પુરી શક્યતાઓ પણ હતી. તેમજ મોટા પાયે ડ્રગ્સનું ફાયનાન્સ કરવા માટે પડદા પાછળ કોઇ મોટા માથા આ કારોબારમાં સંકળાયેલા છે તેવી પુરેપુરી આશંકા પોલીસને હતી.



First published: November 22, 2019, 7:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading