Home /News /madhya-gujarat /

અમદાવાદ : એક વ્યક્તિને મિત્રતા ભારે પડી, આવ્યો જેલ જવાનો વારો, કાદર કાલિયાને મિત્રએ હથિયાર રાખવા આપ્યા હતા

અમદાવાદ : એક વ્યક્તિને મિત્રતા ભારે પડી, આવ્યો જેલ જવાનો વારો, કાદર કાલિયાને મિત્રએ હથિયાર રાખવા આપ્યા હતા

નળસરોવર વિસ્તારમાં હથિયાર સાથે એક વ્યક્તિની ધરપકડ

Ahmedabad Crime : આરોપી કાદર કાલિયાને આ હથિયાર (Weapon) તેના મિત્રએ રાખવા માટે આપ્યા હતા અને જે બન્ને આરોપીઓનું જે નામ સામે આવ્યું છે તેમાં એક આરોપી ઇકબાલ બબાની અને બીજા આરોપીનું નામ યાસીન બબાની સામે આવ્યું છે

અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) ગ્રામ્ય વિસ્તારમાં એક આરોપી ની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસે થી 3 હથિયાર (Weapon) અને 19 કાર્ટુસ જપ્ત કરી લેવામાં આવ્યા છે. lcbએ ભારે જહેમતથી આરોપી કાદર કાલિયાને નળસરોવર પોલીસ સ્ટેશન (nalsarovar police station) વિસ્તારમાં આવેલ કાયલા ગામ (Kayla Village) માંથી ધરપકડ કરી લીધી છે અને તેની પાસે થી હથિયારો કબ્જે કરવામાં આવેલ છે.

lcbની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી કાદરને આ હથિયાર તેના મિત્રએ રાખવા માટે આપ્યા હતા અને જે બન્ને આરોપીઓનું જે નામ સામે આવ્યું છે તેમાં એક આરોપી ઇકબાલ બબાની અને બીજા આરોપીનું નામ યાસીન બબાની સામે આવ્યું છે અને હાલ બન્ને આરોપીઓ ફરાર હોવાંનું સામે આવ્યું છે. મહત્વ નું છે કે બન્ને આરોપીઓને પકડવા ટીમ કામે લાગી છે અને જો બન્ને આરોપીઓની ધરપકડ થશે ત્યારે વાત સામે આવશે કે આ બન્ને આરોપીઓ આ હથિયાર કેમ રાખવા માટે આપ્યા હતા.

Lcbની તપાસમાં એ પણ સામે આવ્યું કે, ફરાર થયેલ બે આરોપીઓમાંથી એક આરોપી સામે ભૂતકાળમાં જૂથ અથડામણની ફરિયાદ દાખલ થયેલ છે, ત્યારે બન્ને આરોપીઓ સામે અન્ય કોઈ ગુનો દાખલ થયેલ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

જે આરોપી પાસે થી આ તમામ હથિયાર કબ્જે કરવામાં આવ્યું છે તેને કહ્યું કે, ફરાર આરોપીઓ તેનો મિત્ર છે અને તેમની સામે ફરિયાદ દાખલ થઈ છે જેથી પોલીસ તેના ઘરે તપાસ કરી શકે છે. હાલ ફરાર આરોપીઓની તપાસમાં અન્ય મોટા ખુલાસા સામે આવી શકે છે.

આ પણ વાંચોઅમદાવાદ : મેટ્રો મોનીયલ સાઈટ પર જીવનસાથી શોધવું ભારે પડ્યું, ગજબ રીતે 21 લાખ પડાવ્યા

ઉલ્લેખનીય છે કે, બીજી બાજુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પણ 2 આરોપીઓની ધરપકડ કરી છે, જે લોકો નજર ચૂકવીને લોકોના ડેકીમાં થી કિંમતી સમાન અને રોકડ રૂપિયાની ચોરી કરતા હતા. આ બન્ને આરોપીઓ સામે અગાઉ અનેક ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અને આરોપીઓ પાસે થી 5 લાખ રોકડ રકમ પણ કબ્જે કરવામાં આવી છે.
Published by:kiran mehta
First published:

Tags: Ahmedabad crime news, Ahmedabad latest Crime News, Ahmedabad LCB, Ahmedabad news, Crime news, LCB Police, Weapon, Weapons

આગામી સમાચાર