ગાંધીનગરઃ રાજ્યના 40 DySP અને 18 IPSની બઢતી અને બદલી

News18 Gujarati
Updated: February 16, 2019, 10:35 PM IST
ગાંધીનગરઃ રાજ્યના 40 DySP અને 18 IPSની બઢતી અને બદલી

  • Share this:
હિતેન્દ્ર ગઢવી, ગાંધીનગર

રાજ્યમાં ફરી એકવાર મોટા અધિકારીઓની બદલીના ઓર્ડર આવ્યો છે. આ વખતે 40 DySP અને 18 IPSની બઢતી અને બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. આ બદલમાં અનેક જાણીતા ઓફિસરોના નામ સામેલ છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે બદલી કરાયેલા અધિકારીઓમાં પહેલા આઇપીએસ અધિકારીઓની વાત કરીએ તો એન એન કોમર રેંજ આઇજી ભાવનગરની બદલી આઇજીપી લો એન્ડ ઓર્ડર, ખુરશીદ અહેમદ, એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર, જીએસઆરટીસીની બદલી ગાંધીનગર આઇજીપી, આર જે સવાણી, આઇજીપી, ઇન્ટેલીજન્સની બદલી પોલીસ ટ્રેનીંગ સ્કુલ, વડોદરા, વબાંગ ઝામીર,આઇજીપીની બદલી આઇજીપી, ઇન્ટેલીજન્સ, અશોકકુમાર યાદવ, એડીશનલ કમીશનર, સેક્ટર-2 અમદાવાદની બદલી ભાવનગર રેંજ આઇજીમાં સુરેન્દ્રનગર એસપી, મનીન્દરસિંગ પવારને આઇજીપીના પ્રમોશન સાથે સીઆઇડી ક્રાઇમમાં પોસ્ટીંગ કરવામાં આવ્યું છે.

અહીં ક્લિક કરી વાંચોઃ સુરતમાં થોડીવારમાં લેન્ડ થશે પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ, પાયલટ છે 'સુરતી ગર્લ'

તો અન્ય આઇપીએસ અધિકારીઓમાં એટીએસના એસપી હિમાશું શુક્લાની પોસ્ટ એટીએસમાંથી અપગ્રેડ કરીને આઇજીપીનું પ્રમોશન, પ્રેમવીંરસિંગ ગાંધીનગર ગવર્નર સિક્યુરીટીથી આઇજીપીના પ્રમોશન સાથે અમદાવાદ સ્પેશીયલ બ્રાંચમાં પોસ્ટીંગ કરવામાં આવ્યું છે.
First published: February 16, 2019, 10:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading