Home /News /madhya-gujarat /

Ahemdabad: ખેડૂતોના જીવ થયા અધ્ધર, ગુજરાતમાં ઠંડર સ્ટોર્મની અસર, પાક નુકસાનની સંભાવના

Ahemdabad: ખેડૂતોના જીવ થયા અધ્ધર, ગુજરાતમાં ઠંડર સ્ટોર્મની અસર, પાક નુકસાનની સંભાવના

રાજ્યમાં ઠંડર સ્ટોર્મની એકટીવીટીનો અનુભવ થશે

સૌરાષ્ટ્ર પંથકમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ પડવાની હવામાન ખાતા (Meteorological Department) દ્વારા આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની સાથે રાજ્યના વિવિધ વિસ્તારમાં પ્રતિ કલાકે 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન પણ ફુંકાશે.

    અમદાવાદ:  ગુજરાતમાં (Gujarat) ખેડૂતો માટે કપરા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં એપ્રિલ મહિનામાં કમોસમી વરસાદની (Rain) આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા દર્શાવાઈ રહી છે. તથા દાહોદ અને વડોદરામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ કંડલામાં 24 કલાક દરમિયાન હિટવેવની (Heat wave) આગાહી કરવામાં આવી છે.

    ગાજવીજ સાથે વરસાદ પડવાની હવામાન ખાતાની આગાહી

    ઉલ્લેખીય છે કે બુધવાર અને ગુરુવારના રોજ બે દિવસ અમદાવાદ (Ahmedabad) સહિત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો સહિત સૌરાષ્ટ્ર પંથકમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ પડવાની હવામાન ખાતા (Meteorological Department) દ્વારા આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની સાથે રાજ્યના વિવિધ વિસ્તારમાં પ્રતિ કલાકે 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન પણ ફુંકાશે. ગુજરાતમાં હાલમાં પડી રહેલી ગરમી (Garmi)ચામડી દઝાડે તેવી છે. ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

    રાજ્યમાં ઠંડર સ્ટોર્મની એકટીવીટીનો અનુભવ થશે

    વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના (Western Disturbance) કારણે વાતાવરણમાં બદલાવ આવશે તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું. તથા રાજ્યમાં ઠંડર સ્ટોર્મની (Cold Storm) એકટીવીટીનો અનુભવ થશે. તેમજ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઠંડર સ્ટોર્મની અસર વર્તાશે. છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ સહીત રાજ્યના વિવિધ વિસ્તારમાં 42 ડિગ્રીથી વધુ ગરમી પડી રહી છે. ત્યારે અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, કંડલા અને અમરેલીમાં તાપમાન 43 ડિગ્રીને પાર નોંધાયું હતું. રાજ્યમાં કાળઝાળ ગરમી (Garmi) વચ્ચે કમોસમી વરસાદ પડવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવી રહ્યા છે.

    આ પણ વાંચો: પુત્રીઓને અમેરિકાના યુવકો સાથે લગ્ન કરાવાના અભરખા રાખતા માતા-પિતા સાવધાન

    અમદાવાદ,ગાંધીનગર,મહેસાણા સહિત,10 જિલ્લાઓમાં વરસાદની શક્યતા.

    હવામાન (Weather) ખાતાએ કરેલી આગાહી પ્રમાણે બુધવારના રોજ બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, વડોદરા, ભરૂચ, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગરમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે તેવું જણાવ્યું છે. જ્યારે બીજા દિવસે ગુરુવારે સાબરકાંઠા, બનાસકાંઠા, ભાવનગર, બોટાદમાં પણ હળવો વરસાદ (Rain) પાડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી મુજબ રાતથી જ રાજ્યના વાતાવરણમાં પલટો (Reversal) શરૂ થઇ શકે છે. પરંતુ અચાનક આવેલા આ વાતાવરણના પલટાની અસર બપોરથી જ વર્તાઈ રહી છે.


    આ પણ વાંચો: સુરત કાપડ બજારમાં શ્રીલંકાની આર્થિક કટોકટીની અસર દેખાઇ, વેપારીઓને કરોડોનું નુકસાન

    ખેતરમાં ઊભા પાકને લઈ ખેડૂતોના જીવ અધ્ધર

    બીજી તરફ વાત કરીએ ખેડૂતો માટે (Farmers) વિકટ પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે અને ખેતરમાં (Farm) રહેલા ઊભા પાકની ચિંતાને લઈ ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે.જો કમોસમી (Seasonal) વરસાદ પડશે તો રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Ahmedaabad News, અમદાવાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन