કાલે ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ, વર્ષ 2019માં 71.90 ટકા હતું પરિણામ, રાજકોટે મારી હતી બાજી

કાલે ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ, વર્ષ 2019માં 71.90 ટકા હતું પરિણામ, રાજકોટે મારી હતી બાજી
પ્રતિકાત્મક તસવીર

વર્ષ 2019માં રાજ્યમાં 12 વિજ્ઞાન પ્રવાહનું ગુજરાતી માધ્યમનું 71.90 ટકા, હિંદી માધ્યમનું 65.13 ટકા અને અંગ્રેજી માધ્યમનું 75.13 ટકા પરિણામ પરિણામ જાહેર થયું હતું.

 • Share this:
  અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gujarat bord) દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 17 મે રવિવારે જાહેર કરવામાં આવશે. ત્યારે સમગ્ર રાજ્યના વિદ્યાર્થીઓ સાથે વાલીઓની નજર કાલે આવનારા બોર્ડના પરિણામ ઉપર રહેશે. આવી સ્થિતિમાં ગત વર્ષ એટલે કે 2019ના વર્ષમાં ગુજરાત રાજ્યના વિજ્ઞાન પ્રવાહનું શું પરિણામ આવ્યું હતું. અને કયો જિલ્લોએ બાજી મારી હતી અને કયા જિલ્લો પાછળ રહ્યો હતો. તે જોઈશું.

  વર્ષ 2019માં રાજ્યમાં 12 વિજ્ઞાન પ્રવાહનું (Science stream) ગુજરાતી માધ્યમનું 71.90 ટકા, હિંદી માધ્યમનું 65.13 ટકા અને અંગ્રેજી માધ્યમનું 75.13 ટકા પરિણામ પરિણામ જાહેર થયું હતું. આ સાથે જ ગુજકેટનું પણ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી પણ પોતાનું પરિણામ જોઇ શકે છે.  ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જોવા માટે

  ગત વર્ષેની જેમ આ વર્ષે પણ રાજ્યમાં બાજી મારતા 84.43 ટકા સાથે રાજકોટ જિલ્લો પ્રથમ આવ્યો હતો. ત્યારે રાજ્યમાં આ વર્ષે પણ છોટાઉદેપુર જિલ્લાનું બોડેલી કેન્દ્ર સૌથી ઓછું 29.81 ટકા પરિણામ સાથે છેલ્લા સ્થાને આવ્યું હતું. રાજ્યની કુલ 35 શાળા હતી જેમાં 100 ટકા પરિણામ જોવા મળ્યું હતું. ત્યારે આ વર્ષે પણ વિદ્યાર્થીઓને પાછળ છોડી વિદ્યાર્થીનીઓએ ફરી એકવાર બાજી મારતા 72.01 ટકા સાથે ઉત્તિર્ણ થઇ હતી.

  ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ A (ગણિત)માં 49650 વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી જેમાંથી 49,349 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. ત્યારે વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ B (જીવવિજ્ઞાન)માં 75,016 વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી. જેમાંથી 74,483 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ AB(ગણિત+જીવવિજ્ઞાન)માં 28 વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી અને તમામ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

  ડાંગ- આહવામાં સૌથી ઓછા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ડાંગમાં 310, પોરબંદરમાં 606 જ્યારે દેવભુમી દ્વારકામાં 470 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે અમદાવાદ શહેરમાં 10,341 અને અમદાવાદ ગ્રામ્યમાં 7,420 વિદ્યાર્થીઓ હતા. સુરતમાંથી 17,229, રાજકોટમાંથી 10,283, વડોદરામાંથી 8,358 વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી.

  ગત વર્ષે ધોરણ 12 સાયન્સના 1.34 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્યારે આ વર્ષે 1 લાખ 47 હજાર 302 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. ગત વર્ષની સરખામણીએ 13 હજાર વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગત વર્ષે ધોરણ 12 સાયન્સમાં 120 વિદ્યાર્થીઓ કોપી કરતા ઝડપાયા હતા. વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં સૌથી મોટો ફરેફાર ગ્રેડમાં જોવા મળ્યો હતો.
  Published by:News18 Gujarati
  First published:May 16, 2020, 22:09 pm

  ટૉપ ન્યૂઝ