ઇતિહાસમાં પહેલીવાર ભદ્રકાળી મંદિર બંધ પરંતુ Video થકી કરો મંગળા આરતીનાં દર્શન


Updated: March 25, 2020, 11:56 AM IST
ઇતિહાસમાં પહેલીવાર ભદ્રકાળી મંદિર બંધ પરંતુ Video થકી કરો મંગળા આરતીનાં દર્શન
નગરદેવી ભદ્રકાળી મા

  • Share this:
અમદાવાદ : એક તરફ કોરોના વાયરસનો (coronavirus) ખતરો વધી રહ્યો છે. દેશભરમાં 21 દિવસ માટે લોકડાઉન (lockdown) છે. ચૈત્રી નવરાત્રીનો (chaitra navratri 2020 ) પ્રારંભ થયો છે ત્યારે અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી મંદિર ઇતિહાસમાં પ્રથમવાર બંધ રહ્યું છે.

કોરોના વાયરસનો હાહાકાર આખી દુનિયામાં જોવા મળી રહ્યો છે.  ભારતમાં પણ તેનો ખતરો વધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 21 દિવસ માટે દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરી છે. એક તરફ કોરોનાનો ખતરો વધી રહ્યો છે. બીજીતરફ ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે અમદાવાદનું ઐતિહાસિક મંદિર નગરદેવી ભદ્રકાળી મંદિર ઇતિહાસમાં ચૈત્રી નવરાત્રીના સમયે મંદિર બંધ રહ્યું છે.સામાન્ય દિવસોમાં ભદ્રકાળી મંદિરે મોટી સંખ્યામાં ભક્તોની લાંબી કતારો લાગતી હોય છે. તેમજ મંદિરે વિશેષ પૂજા, આરતી અને હોમહવનનું આયોજન થતું હોય છે. પરંતુ આજે ચૈત્રી નવરાત્રીનાં પહેલા દિવસે જ્યાં માઈભક્તોની લાંબી લાઇનો હોય છે પરંતુ આજે કતારોની જગ્યાએ મંદિર પ્રાંગણ સુમસામ બન્યું છે. કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે અને ગુજરાતમાં કેસ પોઝિટિવ વધી રહ્યા છે. તેવામાં મંદિર પ્રશાસન દ્વારા મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.  નવરાત્રી દરમિયાન જે ભક્તિમય કાર્યક્રમો થતા હતા તે સદંતર બંધ રહ્યા છે.

આ પણ વાંચો : શાબાશ! કોરોનાનાં કેર વચ્ચે અમદાવાદની અનેક દુકાનોમાં દેખાયું સોશિયલ ડિસ્ટન્સિંગ

આજે માતાજીની આરતી અને ઘટ સ્થાપન પણ અડધા દ્વાર ખોલીને કરવામાં આવ્યું હતું. જે પ્રાંગણ ભક્તોથી ખચોખચ ભરેલું રહેતુ હતું તે ખાલીખમ બન્યું છે.  અહીં મંદિર પ્રશાસન દ્વારા પણ બોર્ડ લગાવવામાં આવ્યું છે કે, કોરોના વાયરસના પગલે સરકારના આદેશથી  મંદિર માઇભક્તો ને દર્શન માટે બંધ રાખવામાં આવ્યું છે.  મહત્વનું છે કે આ એજ ભદ્રકાળી મંદિર છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ આસ્થા ધરાવે છે. નવરાત્રી દરમિયાન તેઓ ઉપવાસ કરે છે.  આ ઉપરાંત શહેરના અનેક લોકોમાં ભદ્રકાળી પર અતૂટ આસ્થા ધરાવે છે. નવરાત્રીમાં પૂજા અને દર્શન માટે લોકો ઉમટે છે. આ એ ભદ્રકાળી મંદિર છે જેને નગરની દેવી માનવામાં આવે છે. ત્યારે આજે આ મંદિર ભક્તો વગર સુનું બન્યું છે. બીજીતરફ તંત્ર પણ કોરોના વાયરસના સંક્રમણથી  બચવા લોકોને સતત ઘરોમાં રહેવા અપીલ થઇ રહી છે.
First published: March 25, 2020
વધુ વાંચો
अगली ख़बर