રાજ્યમાં સરેરાશ 94.89 ટકા વરસાદ, 35 જળાશયો છલકાયા

News18 Gujarati
Updated: August 29, 2019, 3:18 PM IST
રાજ્યમાં સરેરાશ 94.89 ટકા વરસાદ, 35 જળાશયો છલકાયા
જળાશયની તસવીર

54 જળાશયો 70થી 100 ટકા તેમજ 22 જળાશયો 50થી 70 ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના 85.33 ટકા ભરાયું છે.

  • Share this:
ગીતા મહેતા, ગાંધીનગરઃ રાજ્યમાં સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે. ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે,
તા. 29 ઓગસ્ટ-2019 સવારે 8.00 કલાકની સ્થિતિએ રાજ્યનાં કુલ 204 જળાશયોમાંથી 35 જળાશયો 25થી 50 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 35 જળાશયો છલકાયા છે.

54 જળાશયો 70થી 100 ટકા તેમજ 22 જળાશયો 50થી 70 ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના 85.33 ટકા ભરાયું છે. તેમ રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલોમાં જણાવાયું છે.

રાજ્યમાં હાલમાં 5,000 ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં 4,46,725, કડાણામાં 84,522, ઉકાઇમાં 70,763, વણાકબોરીમાં 69,357, પાનમમાં 6,148 ક્યુસેકનો સમાવેશ થાય છે.



આ પણ વાંચોઃ-અમદાવાદઃ હોસ્પિટલમાં સગીરા પર અને પડોશીએ યુવતી ઉપર આચર્યું દુષ્કર્મ

ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 34.40 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 95.05 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 82.85 ટકા, કચ્છના 20 જળાશયોમાં 66.29 ટકા અને સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 54.79 એમ રાજયમાં કુલ-204 જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો 73.89 ટકા એટલે 4,11,358.66 મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું છે.
First published: August 29, 2019
વધુ વાંચો
अगली ख़बर