ગાંધીનગર: આખા દેશમાં જ્યારે ભારતીય એર ફોર્સે પાકિસ્તાનમાં આતંકવાદીઓનાં ઠેકાણે કરેલી એર સ્ટ્રાઇકની ખુશી છવાયેલી છે. ત્યારે પીએમ નરેન્દ્ર મોદી રાજ્યનાં બે દિવસનાં પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ તારીખ 4 અને 5 માર્ચનાં રોજ આવી રહ્યા છે. બે દિવસના રોકાણ દરમિયાન વડાપ્રધાન કેટલીક યોજનાઓનું લોકાર્પણ અને અનેક યોજનાઓનો શિલાન્યાસ કરશે.
હાલ જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ ભર્યો માહોલ સર્જાયો છે તે છતાં વડાપ્રધાન લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા ગુજરાતમાં આવી રહ્યા છે. નરેન્દ્ર મોદીનો મહત્વકાંક્ષી અને ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ છે. વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીના 6 કિલોમીટરના રૂટનું ટ્રાયલ રન પણ પૂર્ણ કરી દેવાયું છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5મી માર્ચે વસ્ત્રાલ મેટ્રો રેલવેના સ્ટેશનથી મેટ્રો ટ્રેનમાં બેસીને એપ્રિલ પાર્ક સુધી જશે. ત્યારબાદ નાગરિકો 6 કિલોમીટરના રૂટ પર મેટ્રો ટ્રેનની મુસાફરી માણી શકશે.