અમદાવાદ : આમ તો પેટમાં કે કિડનીમાં (Kidney) એકાદ નાનકડી પથરી હોય તો પણ તે દર્દીને ચકરાવે ચઢાવી મૂકે છે. દર્દીઓ પણ કહે છે કે બધા દર્દ સહન થાય પણ પથરી તમને ઉંધે માથે કરી નાખે. તો વિચાર કરો એક પથરીમાં આવી હાલત હોય તો પછી કોઈ વ્યક્તિના પેટમાં 250 (250 Stones Operated from Stomach of Man) પથરી નીકળે તો આશ્ચર્ય થાય જ. આવું ક કંઈક જોવા મળ્યું છે મણિનગરમાં (Maninagar Ahmedabad ) રહેતા અને શાકભાજીનું (Vegetable Vendors) વેચાણ કરતા એક વ્યક્તિના કિસ્સામાં. છેલ્લા ૩ મહિનાથી પેટમાં ડાબી બાજુ અસહ્ય દુઃખાવો સહન કરતા દર્દીની સોનોગ્રાફીમાં પેટમાં જ્યારે અસંખ્ય પથરી હોવાનું જાણવા મળતા તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા.
નવાઈની વાત હજુ એ પણ છે કે હજુ બીજી કિડનીમાં પણ અનેક પથરીઓ હોવાનું તબીબોનું અનુમાન છે. શહેરના મણિનગરમાં રહેતા અને શાકભાજીનું વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલા 40 વર્ષના ચંદુભાઈને છેલ્લા ૩ મહિના થી પેટમાં ડાબી બાજુ અસહ્ય દુઃખાવો થતો હતો.
ગેસની તકલીફ હતી, ઉબકા આવતા હતા
ગેસની તકલીફ હતી, ઉબકા આવતા હતા, જેથી તેઓએ નજીકના ડૉક્ટર પાસેથી દવા લીધી. દવાથી દુખાવા માં રાહત થઈ જતી હતી. પણ આ દુખાવો લાંબો સમય ચાલતા તેમણે સોનોગ્રાફી કરાવી જેમાં બંને કિડનીમાં અસંખ્ય પથરીઓ હોવાનું ધ્યાને આવ્યું.
જેથી તેઓ મણિનગરની એલ.જી. હોસ્પિટલમાં નિદાન માટે દાખલ થયા. ચંદુ ભાઈ દુઃખાવો એક વરસથી હતો. જોકે તેઓ દવાની દુકાનથી ગેસની દવા લેતા રાહત થઈ જતી હતી. હોસ્પિટલમાં તેમની વધુ તપાસ થતા ઘણી પથરીઓ બંને બાજુ જણાયું.
ઓપરેશન બાદ તબીબો અને પરિવાર સાથે ચંદુભાઈ
પ્રથમ અંગૂઠા જેટલી મોટી પથરી કાઢવામાં આવી
કિડનીના ફંકશન માટે સીટી સ્કેન કરવાનું નક્કી કરાયું. જેમાં કિડની બરાબર પણ થોડી મોડું કામ કરતી હોવાનું ધ્યાને આવ્યું. તેથી ઑપરેશન નું નક્કી કરવામાં આવ્યું. ડાબી બાજુના ઓપેરેશન માં સૌ પ્રથમ અંગૂઠા જેટલી મોટી અને ત્યારબાદ નાની નાની કરી ને ૨૫૦ થી વધુ પથરી કાઢવામાં આવી.
LG હોસ્પિટલના સર્જરી વિભાગ ના ડૉ તપન શાહ, ડૉ મુકેશ સુવેરા તથા ડો જૈમિન શાહ ની ટીમ દ્વારા વિભાગ ના વડા ડો અસિત પટેલ ના માર્ગદર્શનમાં સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું. ડોકટર્સનું માનવુ છે કે કિડનીમાં નાની મોટી પથરીઓ થતી હોય છે પણ આટલી બધી અલગ અલગ પથરીઓ જવલ્લે જ જોવા મળે છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર