તમે OLX પરથી ખરીદી કરો છો? તો પહેલા જ વાંચી લો અમદાવાદનો આ કિસ્સો

News18 Gujarati
Updated: May 3, 2018, 7:55 AM IST
તમે OLX પરથી ખરીદી કરો છો? તો પહેલા જ વાંચી લો અમદાવાદનો આ કિસ્સો
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
આજકાલ લોકો ઓનલાઇન કામ પતાવતા થઇ ગયા છે. જેમકે બેંકનું કામ હોય કે મૂવીની ટિકિટ બૂક કરવી હોય કે પછી પોતાના માટે કોઇ વસ્તુ ખરીદવી હોય. વસ્તુઓ વેચવા માટે પણ લોકો ઓનલાઇન ઓએલએક્સ ઘણું વાપરી રહ્યાં છે. પરંતુ જો તમે ઓનલાઇન વસ્તુના ખરીદ વેચાણ  ધ્યાનથી નહીં કરો તો તમારી સાથે છેતરપિંડી થવાનો પણ ભય રહેલો છે. આવી જ એક છેતરપિંડી અમદાવાદના નારોલમાં બની છે.

કોઇ ગઠિયો તમને ઓએલએક્સ પર ચોરીના વાહનો પધરાવી ન દે તેની તકેદારી રાખવી જોઇએ. નારોલ પોલીસએ વાહનો ચોરી કરીને ઓએલએક્સ પર વેચાણ કરતાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસ ગિરફતમાં આવેલા આરોપીઓ અઝેઝા મોહમ્મંદ શેખ,ગુલફાર્મ કુરેશી અને તપસુપબાનું અંસારી મળીને નવા ટુ-વ્હિલરની ડુપ્લિકેટ ચાવી બનાવીને ચોરી કરતા હતા.ઝડપાયેલ આરોપીની એમઓની વાત કર્યે તો નવા ટુ-વ્હિલર ચોરી કરીને OLXમાં ડુબ્લિકેટ એકાઉન્ટ બનાવીને ચોરી કરેલા વાહન વેચવા માટે ફોટો મુકતા હતા. ચોરી કરેલ ટુ-વ્હિલર ખરીદનાર પસંદ આવતા ચોર ટોળકી સંપર્ક કરતા નવા ટુ-વ્હિલર બતાવતા હતા.

 

 

 

ચોરી કરેલ ટુ-વ્હિલર ખરીદનારને કોઇ શંકા ન જાય તે માટે આરોપી ગુલફાર્મ કુરેશી અને તપસુપબાનુ અંસારી નામની મહિલા બંન્ને સાથે જતા હતા. નવા ટુ-વ્હિલર આરસી બુક આરટીઓ આવી ન હોવાનુ કહીને ડુપ્લિકેટ ઇન્સ્યોરશન અને બિલ બનાવી આપતા હતા. તેઓ ખરીદનાર કહેતા કે કંપની થોડા દિવસમાં જ આરસી બુક આપશે. આ આમ કરીને ચોર ટોળકી આશરે 10 જેટલા ટુ-વ્હિલરની ચોરી કરીને OLX મારફતે વેચી દીઘા હતા. 

નારોલ પોલીસ સ્ટેશનના પીઆઈ, આર.એ.જાદવે પોતાના નિવેદનમાં કહ્યું કે, ત્રણે આરોપી નવા વ્હિકલની ચોરી કરતા હતા. નવા વ્હિક્લ ડમી કાર્ડથી ઓએલએક્સ પર ડમી ઇન્વોઇશ અને તમામ વસ્તુ મુકીને કસ્ટમર સાથે ચિટીંગ કરી વેચતા હતા.ચોરી કરેલા ટુ-વ્હિલર OLX પર વેચી દેવાના કૌભાડમાં નારોલ પોલીસ ચોરીના 9 ટુ-વ્હિલર કબ્જે કર્યા છે. ચોર ટોળકીની પુછપરછમાં તેમણે ખુલાસો કર્યો છે કે લગભગ છ મહિનાથી અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં પાર્ક કરેલા ટુ-વ્હિલરની ચોરી કરતા હતા. ચોર ટોળકી માત્ર નવા ટુ-વ્હિલરની ચોરી કરતા હતા. પોલીસ પુછપરછ સામે આવ્યુ છે કે આરોપી અઝેઝા મોહમ્મંદ શેખ OLX પર ખોટા નામના બે એકાઉન્ટ બનાવીને ચોરીના ટુ-વ્હિલર વેચવાનું કૌભાંડ ચલાવતો હતો. મુખ્ય આરોપી અઝેઝા મોહમ્મંદ શેખ દ્ધારા બે મિત્રો ગુલફાર્મ કુરેશી અને તપસુપબાનું અંસારી મળીને આખુ કૌભાંડ આચરતા હોવાનું સામે આવ્યુ છે. આ કૌભાંડમાં અન્ય લોકોની સંડોવણી પર બહાર આવી શકે છે.

સ્ટોરી: ઋત્વીજ સોની
First published: May 3, 2018, 7:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading