Ahmedabad crime news: મરનાર વૃદ્ધ આરોપીને સજાતીય સંબંધ (Homosexual relationship) બાંધવા દબાણ કરી રહ્યો હતો અને જેનાથી કંટાળીને આરોપીએ હત્યા (Old age man murder) કરી હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદઃ અમદાવાદના (Ahmedabad) સાબરમતી વિસ્તારમાં 16 નવેમ્બરના રોજ વૃદ્ધ વ્યક્તિની હત્યા મામલે ક્રાઈમ બ્રાન્ચે (crime branch) એક આરોપીની ધરપકડ કરી લીધી છે. મહત્વનું છે કે મરનાર વૃદ્ધ આરોપીને સજાતીય સંબંધ (Homosexual relationship) બાંધવા દબાણ કરી રહ્યો હતો અને જેનાથી કંટાળીને આરોપીએ હત્યા (Old age man murder) કરી હોવાનું સામે આવ્યું છે.
પોલીસ ગિરફતમાં આવેલો આરોપી ઉમંગ દરજીને તેનો શોખ ભારે પડી ગયો અને જેલ જવાનો વારો આવ્યો છે. આરોપી ઉપરએક વૃદ્ધ વ્યક્તિની હત્યા કરી તેમની પાસે થી સોનાની ચેઇન, બાઈક અને મોબાઈલની લૂંટ કરી ફરાર થઈ જવાનો આરોપ છે.
આરોપી અને મરનાર છેલ્લા દોઢ વર્ષથી એક બીજાને ઓળખતા હતા અને અવાર નવાર એક બીજા સાથે મુલાકાત પણ કરતા હતા. પોલીસનું કેહવું છે કે આરોપીએ હત્યા કર્યા બાદ બાઈકની નંબર પ્લેટ પણ ગટરમાં ફેંકી દીધી હતી. ઘટના કઈ એમ છે કે આરોપી અને મરનાર વૃદ્ધ વ્યક્તિ એક બીજા ને દોઢ વર્ષ પહેલાં ફેસબુકમાં (facebook) વાતચીત થઈ હતી.
અને ત્યાર બાદ બન્ને એક બીજા સાથે મેસેનજર અને અન્ય સોશિયલ મીડિયા (social media) મારફતે વાત ચિત કરતા હતા.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મરનારે આરોપી સાથે સજાતીય સંબંધ બાંધ્યો હતો અને 15-20 દિવસ પહેલા પણ એક બીજાને મળ્યા હતા. જોકે આરોપી આ બધાથી કંટાળી ગયો હતો.
ગત 16 નવેમ્બરના રોજ પણ મરનારે આરોપીને બોલાવ્યો હતો અને આરોપી તેના ઘરે ગયો હતો ત્યારે મરનારે ફરી સંબંધ બાંધવા કહેતા આરોપી અને મરનાર વચ્ચે બબાલ થઈ અને તેને છરી મારીને હત્યા કરી નાખી હતી.
તપાસ માં સામે આવ્યું છે કે આરોપીએ મરનારની જે ચેઇનની લૂંટ કરેલી તે પણ વેંચીને 39 હજાર પોતાની મહિલા મિત્રને આપેલા અને બાકીના રૂપિયા ક્રાઈમ બ્રાન્ચે કબ્જે કરેલ છે.
નોંધનીય છે કે આરોપીના અગાઉ છુટા છેડા પણ થઈ ગયા છે. હાલ ક્રાઈમ બ્રાન્ચ આરોપીની વધુ તપાસ કરી રહી છે અને તેની સામે અન્ય કોઈ ગુનાઓ દાખલ થયેલા છે કે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવી છે.