અમદાવાદ: વૃદ્ધ દંપતીને બાંધીને કરાઇ સાત લાખ અને દાગીનાની લૂંટ

News18 Gujarati
Updated: July 27, 2018, 7:47 AM IST
અમદાવાદ: વૃદ્ધ દંપતીને બાંધીને કરાઇ સાત લાખ અને દાગીનાની લૂંટ

  • Share this:
અમદાવાદમાં ફરી વૃદ્ધ દંપતી એકલા હતાં ત્યારે લૂંટની ઘટના સામે આવી છે. વૃદ્ધ દંપતીને ઘરમાં બાંધીને દાગીના અને સાત લાખ રોકડની લૂંટ કરીને લૂંટારાઓ ફરાર થઇ ગયા હતાં.

આ મામલે મળતી માહિતી પ્રમાણે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા દેવપ્રિયા 4 ફ્લેટમાં એક વૃદ્ધ દંપતીને દુપટ્ટાઓથી બાંધીને લૂંટ ચલાવી હતી. જેમાં દાગીનામાં સોનાની ચાર બંગળીઓ અને સાત લાખ રૂપિયા રોકડની લૂંટ કરી હતી. આ લૂંટના કારણે વૃદ્ધ દંપતી ગભરાઇ ગયા હતાં. આ ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા સ્થાનિકોમાં ડર છવાઇ ગયો હતો.

ચાંદખેડા પો.સ્ટેના પીએસઆઇ મયુરસિંહ. એલ. સોલંકીએ આ ઘટના અંગે જણાવ્યું કે, 'આ લૂંટ કોઇ જાણભેદુએ કરી હો તેવું માનવામાં આવી રહ્યું છે. જો લૂંટારુઓ ઇચ્છતા હોત તો ઘરમાં રહેલી અન્ય મોંઘી વસ્તુઓ લઇ જઇ શક્યા હોત. લૂંટની આખી ઘટનાનો અભ્યાસ કરતા તેની પાછળ કોઈ જાણભેદુ વ્યક્તિનો હાથ હોય તેવું લાગી રહ્યું છે. અમે સીસીટીવી જોઇને આની તપાસ કરી રહ્યાં છે.'સૂત્રો જણાવી રહ્યાં છે કે પોલીસ ઘરનાં અને આસપાસના લોકોની પૂછપરછ કરીને વધુ તપાસ આદરી છે. ચાંદખેડા પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે.
First published: July 27, 2018, 7:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading