અમદાવાદ: અમદાવાદ શહેરમાં ફરી એક વખત સગીરા પર દુષ્કર્મ (Teenage girl raped)ની ઘટના સામે આવી છે. જેમાં નરાધમ યુવકે પહેલા ધમકી આપીને મિત્રતા કરી હતી. બાદમાં સગીરા જ્યારે સ્કૂલે (School to home)થી ઘરે પરત ઘરી રહી હતી ત્યારે ધાક-ધમકી આપીને તેને ઇકો કાર (Eeco car)માં ઉપાડી ગયો હતો. બાદમાં ખેતરમાં લઇ જઇને શારીરિક સંબંધ બાંધ્યો હતો. એટલું જ નહીં, જો સગીરા આ બાબતની કોઈને જાણ કરે તો તેને અને તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સગીરાએ તેના પિતાને આ બાબતની જાણ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
મળતી માહિતી પ્રમાણે ઓગણજ વિસ્તાર (Ognaj area)માં રહેતી સગીરાને અંકિત નામના યુવકે મોડી રાત્રે ઘરના ધાબા પર બોલાવીને ધમકી આપી હતી કે, જો તું મને મળવા નહીં આવે તો તારા પિતાને જાનથી મારી નાંખીશ. આ ઉપરાંત સગીરાએ તેના પિતાને જણાવ્યું હતું કે, અંકિત ચાર-પાંચ મહિના પહેલા તેની સાથે મિત્રતા કેળવવા માટે આવ્યો હતો. સગીરાએ મિત્રતા કરવાની ના પાડતા તેણે ધમકી આપી હતી. જેથી બંને અવારનવાર મળતા હતા. આ દરમિયાન આરોપીએ સગીરાને ફોન નંબર પણ આપ્યો હતો. જોકે, સગીરાએ ફોન પર વાત કરવાની ના પાડતા તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આરોપી સાથે સંપર્કમાં આવ્યાના એકાદ મહિના પછી સગીરા જ્યારે સ્કૂલેથી પરત ફરી રહી હતી ત્યારે આરોપી ઓગણેજ બળિયાદેવના મંદિર (Baliyadev temple) પાસે ઇકો કાર લઇને આવ્યો હતો. અહીં આરોપીએ કિશોરીને ચપ્પુ બતાવીને સાથે ચાલવા કહ્યું હતું. આવું ન કરે તો જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદમાં નરાધમ કિશોરીને જબરજસ્તીથી ઇકો કારમાં બેસાડીને ઓગણેજ ગામની સીમમાં ખુલ્લા ખેતરમાં લઇ ગયો હતો. અહી કિશોરીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો.
સાથે એવી ધમકી પણ આપી હતી કે, આ બાબતની જાણ કોઈને કરીશ તો જાનથી મારી નાંખીશ. બાદ આરોપી યુવક ગાડી લઈને ત્યાંથી જતો રહ્યો હતો. આરોપી અંકિત માથાભારે હોવાથી સગીરાએ આ બાબતની કોઈને જાણ કરી ન હતી.
છઠ્ઠી ઓક્ટોબરના રોજ ફરી એક વખત આરોપી સગીરાને ચપ્પુ બતાવીને તે જગ્યા પર લઈ ગયો હતો અને ધમકી આપીને શારીરિક સંબંધ બાંધ્યો હતો. સાથે જ સગીરાના પિતાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે અંતે સગીરાએ તેના પિતાને જાણ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર