Home /News /madhya-gujarat /

કાલથી ઓનલાઇન બંધ ઓફલાઇન ફરજિયાતઃ 100% વિધાર્થીઓને બેસાડવા મુદ્દે સંચાલકો મૂંઝાયા

કાલથી ઓનલાઇન બંધ ઓફલાઇન ફરજિયાતઃ 100% વિધાર્થીઓને બેસાડવા મુદ્દે સંચાલકો મૂંઝાયા

ઓફલાઈન શિક્ષણ

Gujarati News: રાજ્યના શિક્ષણ વિભાગ (education department) દ્વારા શાળાઓમાં કાલથી ઓનલાઇન શિક્ષણ બંધ કરી ફરજિયાત ઓફલાઇન શિક્ષણ (offline education) શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

અમદાવાદઃ કોરોનાના કેસમાં (corona case) ઘટાડો થતા રાજ્યના શિક્ષણ વિભાગ (education department) દ્વારા શાળાઓમાં કાલથી ઓનલાઇન શિક્ષણ બંધ કરી ફરજિયાત ઓફલાઇન શિક્ષણ (offline education) શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે સાથે શાળાના સંચાલકોએ કોવિડની ગાઈડ લાઈનનું (covid-19 guideline) પાલન કરવાની સૂચના પણ આપી છે ત્યારે શાળાના સંચાલકો શાળામાં ફરજિયાત ઓફલાઇન શિક્ષણને લઈ મુંઝવણમાં મુકાયા છે.

જો શાળામાં 100 ટકા બાળકોને બોલાવવામાં આવે તો એક ક્લાસમાં કેટલા વિધાર્થીઓને બેસાડવા અને તેમાં સોશિયલ ડિસ્ટનસ જળવાશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે.કોરોનાના કારણે સૌથી મોટી અસર શિક્ષણ ક્ષેત્રમાં પડી છે.

પાછળ બે વર્ષમાં  કોરોનાની લહેર સમાપ્ત થાય અને અસર ઓછી થાય અને કેસ ઘટે એટલે તબક્કાવાર વિધાર્થીઓને ઓફલાઇન શિક્ષણ મળ્યું ફરી કર્સ વધે એટલે ઓફલાઇન શિક્ષણ બંધ કરવું પડે તેવી જ રીતે જર માતા પિતા પોતાના બાળકને શાળાએ મોકલવા રાજી ન હોય તેવા બાળકો માટે ઓનલાઇન નપ વિકલ્પ પણ ખુલ્લો રાખવો પડ્યો.

આ પણ વાંચોઃ- સુરતઃ એજ્યુકેટ મહિલા નકલી PSI બનીને સ્પા સેન્ટરમાં કરતી હતી તોડ, પોલીસે પકડી પાડી

પરંતુ હવે કોરોનાના કેસ નિયંત્રણમાં આવતા સરકારે મક્કમતા પૂર્વક ઓનલાઇન શિક્ષણ બંધ કરી ફરજિયાત ઓફલાઇન શિક્ષણ આપવાનો નિર્ણય કર્યો છે. પણ આ અંગેની કોઈ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી નથી. અને કોવિડની ગાઈડલાઈન સાથે શાળામાં ફરજિયાત ઓફલાઇન શિક્ષણ આપવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ પતિએ ઉતારી પત્નીને મોતને ઘાટ, જેના નામનું સિંદૂર માથામા લગાડતી તેજ ભરથારે પત્નીને રહેંસી નાખી

શાળાના સંચાલકો જણાવે છે કે કોવિડ ગાઈડલાઈનનું પાલન અને 100 ટકા ફરજિયાત ઓફલાઇન શિક્ષણ બંને શક્ય નથી. અત્યાર સુધી 50 ટકા કેપેસિટી સાથે વિધાર્થીઓને બેસાડતા હતા. જો 100 ટકા કલાસ ભરાશે તો સોશિયલ ડિસ્ટન્સ જળવાશે નહિ. તેમજ રીસેસમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાશે નહિ.

માનો કે કોઈ સ્કૂલમાં 8થી 12 ધોરણ 10 વર્ગો છે તો 50 ટકા કેપેસિટી સાથે વિધાર્થીને બેસાડવામાં 20 વર્ગોની જરૂર પડે. જો ઓડ ઇવન પ્રમાણે વિધાર્થીઓને બોલાવવામાં આવે તો 100 ટકા હાજરી જળવાશે નહિ. જેથી સરકારે ફરજિયાત ઓફલાઇન શિક્ષણ સાથે ગાઈડલાઈન જાહેર કરવાની વાત કરી હતી તે ગાઈડલાઈન જાહેર નહિ થતા શાળા સંચાલકોની મુંજવણ વધી છે.
Published by:ankit patel
First published:

Tags: Coronavirus, Gujarati news, Offline Education

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन