Home /News /madhya-gujarat /અમદાવાદ : જાણો ઓફલાઇન એજ્યુકેશન શાળાઓ માટે કેમ બન્યું ચેલેન્જ સમાન

અમદાવાદ : જાણો ઓફલાઇન એજ્યુકેશન શાળાઓ માટે કેમ બન્યું ચેલેન્જ સમાન

શાળાઓમાં ઓફલાઇન એજ્યુકેશન (Offline education in schools)શરૂ થઈ ગયું છે

Offline education- બાળકોની રહેણી કરણીમાં આવેલ આ પરિવર્તનનો અભ્યાસ કરવાનો પ્રયાસ ન્યૂઝ 18 ગુજરાતીએ કર્યો છે

અમદાવાદ : ગુજરાતમાં (Gujarat)આજકાલ કોરોનાના કેસ (Corona case)કંટ્રોલમાં આવતા જ શાળાઓમાં ઓફલાઇન એજ્યુકેશન (Offline education in schools)શરૂ થઈ ગયું છે. સ્કૂલો (schools)પણ બાળકોના કોલાહલથી ગુંજી ઉઠી છે. પણ કોવિડ 19ના કારણે બાળકોમાં ખૂબ જ ફેરફાર આવી ગયો છે. આ ફેરફાર માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં શિક્ષકો અને વાલીઓ માટે પણ ચેલેન્જ સમાન બની ગયો છે. બાળકોની રહેણી કરણીમાં આવેલ આ પરિવર્તનનો અભ્યાસ કરવાનો પ્રયાસ ન્યૂઝ 18 ગુજરાતીએ કર્યો છે.

અમદાવાદના વિજયનગર હાઈસ્કૂલમાં ઈશા ધોરણ 10માં અભ્યાસ કરે છે. ઈશા ખુશ છે કે શાળામાં ઓફલાઇન એજ્યુકેશન શરૂ થઈ ચૂક્યું છે. પણ કોવિડના કારણે સ્કૂલો બંધ થઈ જતા દોઢ વર્ષ સુધી સ્કૂલથી દૂર રહેવું પડ્યું હતું. તેને ધોરણ 9માં માસ પ્રમોશન તો મળ્યું 10માં ધોરણ મા તો આવી ગઈ પણ 9માં ધોરણમાં જે અભ્યાસ થવો જોઈએ તે ન થયો અને એના કારણે જ તે આજે પણ ઘણા વિષયોમાં કોન્શનટ્રેટ કરી શકતી નથી. માત્ર ઈશા જ નહીં આવી જ કંઈક સ્થિતિ ઈશા સાથે ભણનારા સૌ વિધાર્થીઓની છે.

આ પણ વાંચો - 150 કરોડના ડ્રગ્સ મામલે પંજાબના ડ્રગ્સ માફિયાનું નામ આવ્યું સામે, જાણો બીજા શું થયા ખુલાસા

ઈશાની મમ્મી ખુશાલી શાહ જણાવે છે કે સ્કૂલો શરૂ થઈ ગઈ છે એ સારી બાબત છે. પણ કોરોનામાં ઓનલાઇન એજ્યુકેશનમાં નેટવર્ક પ્રોબ્લેમ આવતુ હતું. ઇશાને લખવાની પ્રેક્ટિસ પણ છૂટી ગઈ હતી. એટલે ઇશાને અભ્યાસ કરાવવા તેની મમ્મી ખુશાલીને પણ સાથે બેસવું પડે છે. સ્કૂલના પ્રિન્સિપાલ ધવલભાઈ પાઠક જણાવે છે કે કોરોનાને લીધે બાળકોમાં માનસિક બદલાવ આવ્યો છે. બાળકોને લખવામાં, એક ધારું બેસવામાં તકલીફ થઈ રહી છે, જેના કારણે દર બે પિરિયડ બાદ વિધાર્થીઓને રીલેક્સ કરવા પડે છે. શિક્ષકોને પણ સૂચના આપી છે કે ધોરણ 10નું ભણાવતા પહેલા ધોરણ 9નું બેઝિક ક્લિયર કરાવવું પડે છે. માત્ર વિજયનગર સ્કૂલ જ નહી રાણીપની આત્મીય વિદ્યાલયમાં ધોરણ 11માં અભ્યાસ કરતા અનંત ત્રિપાઠી કહે છે કે ઓનલાઇનના કારણે અમે ડિસિપ્લિન ભૂલી ગયા હતા. જે ડાઉટ ઓનલાઇન અભ્યાસમાં ક્લિયર નહોતા કરી શકતા તે ઓફલાઇન અભ્યાસમાં કરી શકીએ છીએ.

આત્મીય વિદ્યાલયની મોહતીસી શર્મા જણાવે છે કે બાળકોને ઓફલાઇન અભ્યાસમાં લાવવા ખૂબ ચેલેન્જ ભર્યું છે. કારણ કે બાળકોના માતા પિતા સંક્રમણની બીકે બાળકોને શાળાએ મોકલવા તૈયાર થતાં નથી. પણ એ જ બાળકો માતા પિતા સાથે ફરવા જાય છે. અન્ય બાળકો સાથે રમવા જાય છે અને એટલુ જ નહીં કોચિંગ ક્લાસમાં પણ જાય છે પણ શાળાએ ઓફલાઇન અભ્યાસ માટે આવવામાં ડર અનુભવે છે. જો આવી જ પરિસ્થિતિ રહી તો બાળકોને અભ્યાસ તરફ વાળવા અઘરા થઈ જશે. જેથી આ સમય બાળકોએ નહીં પણ માતા પિતાએ સમજવાનો છે. અમે પણ બાળકોને ઓફલાઇન તરફ વાળવા પ્રેક્ટિકલ અભ્યાસ તરફ વધુ ધ્યાન આપ્યું છે અને લર્નીગ બાય ડુઇંગ કોન્સેપ્ટ અપનાવ્યો છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Corona case, Offline Education, Schools, શિક્ષણ

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन