Home /News /madhya-gujarat /

અમદાવાદ : ઓઢવ પોલીસે ઝડપ્યો દારૂ, મોડસ ઓપરેન્ડી જોઈ પોલીસ પણ ચકરાવે ચઢી

અમદાવાદ : ઓઢવ પોલીસે ઝડપ્યો દારૂ, મોડસ ઓપરેન્ડી જોઈ પોલીસ પણ ચકરાવે ચઢી

ગુજરાતમાં (Gujarat)દારૂબંધી હોવા છતાં બૂટલેગરો (Bootlegger)યેનકેન પ્રકારે દારૂ પહોંચાડી રહ્યા છે

Ahmedabad news - પોલીસે દારૂનો જથ્થા અને કન્ટેનર સહિત કુલ 57 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

અમદાવાદ : ગુજરાતમાં (Gujarat)દારૂબંધી હોવા છતાં બૂટલેગરો (Bootlegger)યેનકેન પ્રકારે દારૂ પહોંચાડી રહ્યા છે. ગઇકાલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch)વૈષ્ણવ દેવી સર્કલ થી ઓગણજ તરફ જવાના રોડ પર xuv કારમાં પાયલોટિંગ કરી રાજસ્થાનથી ગાંધીધામ તરફ લઈ જતા દારૂની (Alcohol)પેટી ભરેલ કન્ટેનરને ઝડપી પાડ્યું હતું. જ્યારે આજે ઓઢવ પોલીસે (Odhav police)ઓઢવ બ્રિજ નજીકથી કન્ટેનરમાં ચોરખાનુ બનાવી રાજસ્થાનથી બરોડા દારૂની પેટી લઈ જતા કન્ટેનર સાથે આરોપીને ઝડપી આશરે 100 જેટલી પેટી દારૂનો જથ્થો કબ્જે કર્યો છે.

ઓઢવ પોલીસને બાતમી મળી હતી કે નાના ચિલોડાથી વડોદરા એક્સપ્રેસ હાઇ વે તરફ એક કન્ટેનર આવી રહ્યું છે જેમાં દારૂનો જથ્થો છૂપાવવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. આ કન્ટેનર નાના ચિલોડા રિંગરોડથી ઓઢવ તરફ આવતા જ પોલીસે કન્ટેનર ચાલકને રોકીને તપાસ કરતા જેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આરોપીએ ડ્રાઈવર સાઈટની પાછળ એક લાકડાનો દરવાજો બનાવ્યો હતો. જેની અંદર કન્ટેનરના આગળના ભાગે એક અલગથી ખાનુ બનાવેલ હતું. જે ખાનાની અંદર આ દારૂનો જથ્થો છુપાવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થા અને કન્ટેનર સહિત કુલ 57 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ પણ વાંચો - અમદાવાદ : પરીણિત પ્રેમીએ સગીરા સાથે શારીરિક સંબંધો બાંધ્યા, 15 તોલા દાગીના પણ પડાવ્યા

ઓઢવ પોલીસને બાતમી મળી હતી કે નાના ચિલોડાથી વડોદરા એક્સપ્રેસ હાઇ વે તરફ એક કન્ટેનર આવી રહ્યું છે જેમાં દારૂનો જથ્થો છૂપાવવામાં આવ્યો છે


હાલમાં પોલીસે કન્ટેનર ચાલક પ્રતાપસિંગ રાવત નામના ઈસમની પૂછપરછ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જેની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ જથ્થો ટ્રક માલિક તેના શેઠ રાજેન્દ્રસિંગ રાવતે ભરાવેલ હતો અને દારૂ સિવાયનો અન્ય માલ અસલાલી ખાતે ઉતારવાનો હતો. જ્યારે દારૂનો જથ્થો તેમના શેઠ રાજેન્દ્રસિંગના કહેવા પ્રમાણે ઉતારવાનો હતો. હાલમાં પોલીસે પ્રતાપસિંગ નામના ઈસમની પૂછપરછ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

નકલી ડિલિવરી બોય બનીને ચોરી કરતા બે મિત્રોને પોલીસે પકડ્યા

અમદાવાદના પાલડીમાં ડિલિવરી બોયના પાર્સલની ચોરી કરનાર નકલી ડિલિવરી બોય (Fake Delivery Boy) અને તેનો મિત્ર ઝડપાયો છે. 29 પાર્સલની ચોરી કરીને માત્ર કેશ ઓન ડિલિવરી લખેલા પાર્સલ જ ડિલિવરી કરીને પોતે જ પૈસા મેળવી લેતો હતો. આરોપી CCTVમાં કેદ થતા પાલડી પોલીસે (Paladi police) બે આરોપીની ધરપકડ કરી છે. આરોપી એવા શાતીર છે કે તેઓની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી જાણીને પણ પોલીસને નવાઈ લાગી હતી. પોલીસે પકડેલા આરોપી હર્સ બોરવાડિયા અને વિપુલ આહીર એવા ચોર છે જેમને સોનુ ચાંદી કે કિંમતી વસ્તુઓ નહીં પરંતુ પાર્સલની ચોરી કરી હતી.
Published by:Ashish Goyal
First published:

Tags: Ahmedabad news, દારૂબંધી

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन