Home /News /madhya-gujarat /

'ઓખી' સંક્ટ ટળ્યું: રાજ્યમાં વરસાદી માહોલ, ઠંડા પવનમાં લોકો ઠૂઠવાયા

'ઓખી' સંક્ટ ટળ્યું: રાજ્યમાં વરસાદી માહોલ, ઠંડા પવનમાં લોકો ઠૂઠવાયા

રાજ્યમાં ઓખી વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે. વાવાઝોડું મંગળવારે રાત્રે સુરતના દરિયાકાંઠે લેન્ડ થવાનું હતું. પરંતુ કિનારા સુધી પહોંચે તે પહેલા જ ઓખી દરિયામાં સમાઈ ગયું હતું.

રાજ્યમાં ઓખી વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે. વાવાઝોડું મંગળવારે રાત્રે સુરતના દરિયાકાંઠે લેન્ડ થવાનું હતું. પરંતુ કિનારા સુધી પહોંચે તે પહેલા જ ઓખી દરિયામાં સમાઈ ગયું હતું.

અમદાવાદઃ રાજ્યમાં ઓખી વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે. વાવાઝોડું મંગળવારે રાત્રે સુરતના દરિયાકાંઠે લેન્ડ થવાનું હતું. પરંતુ કિનારા સુધી પહોંચે તે પહેલા જ ઓખી દરિયામાં સમાઈ ગયું હતું. જોકે, ઓખીની અસરને પગલે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. શિયાળામાં વરસાદી વાતાવરણને કારણે વિવિધ શહેરોમાં ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે. ઠંડા પવનને કારણે લોકો ઘરમાં પૂરાઈ જવા માટે મજબૂર બન્યા છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન 12.6  ડિગ્રી નલિયામાં નોંધાયું છે.

વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો રાજ્યના 27 જિલ્લાના 143 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ચાર ઇંચ વરસાદ વલસાડના ઉમરગામમાં નોંધાયો છે. અંબાજીમાં આજે સવારે ઝરમર વરસાદ નોંધાયો છે. ભરૂચની વાત કરીએ તો સતત ત્રીજા દિવસે પણ સૂર્ય નારાયણના દર્શન દુર્લભ બન્યા છે. ઓખી ચક્રવાતની અસરના પગલે વરસાદી માહોલ જામ્યો છે. બનાસકાંઠામાં સતત બીજા દિવસે પણ વાદળછાયું વાતાવરણ બની રહ્યું છે. થરાદ, ડીસા સહિત સમગ્ર પંથકના ખેડૂતો વરસાદને પગલે ચિંતામાં ડૂબી ગયા છે. તાપીમાં વરસાદને પગલે બુધવારે પણ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.

બુધવારે દરિયા કિનારાના જિલ્લામાં વરસાદની આગાહી

બુધવારે દરિયા કિનારાના વિસ્તારમાં અંદાજે 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. વલસાડ, સુરત, નવસારી, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી તથા દાદરા અને નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી છે.

સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ

બારડોલી--------14 મિમી
પલસાણા-------35 મિમી
કામરેજ---------5 મિમી
માંડવી---------28 મિમી
માંગરોળ-------14 મિમી
મહુવા----------37 મિમી
ઓલપાડ-------09 મિમી
ચોર્યાશી-------15 મિમી
ઉમરપાડા-----33 મિમી
સુરત સિટી----14 મિમી

રાજ્યમાં ઠંડીનો ચમકારો

નલિયા-------12.6 ડિગ્રી
વલસાડ------12.6 ડિગ્રી
અમદાવાદ---15.6 ડિગ્રી
વડોદરા-------15.4 ડિગ્રી
ઇડર----------15.5 ડિગ્રી
ગાંધીનગર----16 ડિગ્રી
સુરેન્દ્રનગર---16.5 ડિગ્રી
રાજકોટ-------16.8 ડિગ્રી
સુરત---------16.6 ડિગ્રી
First published:

Tags: Bharuch rain, Nalia coldest city, Ockhi cyclone, Oppose of sachin pilot in surat, Rain in gujarat, Rain in winter

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन