અમદાવાદ : 'તું અને તારી દીકરી તમારી રીતે જીવી લેજો, હું બીજી પત્ની કરવા જાવ છું,' પતિએ પત્નીને આપી ધમકી

અમદાવાદ : 'તું અને તારી દીકરી તમારી રીતે જીવી લેજો, હું બીજી પત્ની કરવા જાવ છું,' પતિએ પત્નીને આપી ધમકી
પ્રતિકાત્મક તસવીર

પતિની પત્નીને ધમકી 'જો તું છૂટાછેડા નહીં આપે તો તારા મકાનમાંથી કૂદકો મારી આત્મહત્યા કરી લઈશ'

  • Share this:
અમદાવાદ: અમદાવાદ શહેરમાં એક પતિએ તમામ મર્યાદાઓ વટાવી નાંખી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પત્ની સાથેના ઝઘડા બાદ છૂટાછેડા લેવા માટે તેણે પત્નીને ન કહેવાના શબ્દો કહ્યા હતા અને આપઘાત કરી અને જેલમાં પુરાવાની ધમકીઓ પણ આપી હતી. આ મામલે શહેરની એલજી હોસ્પિટલની (LG Hospital Nurse) એક નર્સ પત્ની સાથે છૂટાછેડા લેવા માટે પતિએ આત્મહત્યા (Suicide) કરી પરિવારને જેલમાં પુરાવવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે. પ્રેમિકા સાથે લગ્ન કરવા પત્ની પર છૂટાછેડા (divorced) લેવા પતિ દબાણ કરતો હતો. તું બહુ જાડી છે, મને ગમતી નથી, રાખવી નથી તેમ કહી પતિ પત્નીને શારીરિક માનસિક ત્રાસ પણ આપતો હતો. આ અંગે બાપુનગર પોલીસે (Police) મહિલાની ફરિયાદ આધારે તેના પતિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બનાવની વિગતો એવી છે કે રખિયાલમાં રહેતી 32 વર્ષીય યુવતી એલજી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. વર્ષ 2016માં જશોદાનગર ચર્ચમાં સામાજિક રિવાજ મુજબ યુવક સાથે તેના લગ્ન થયા હતા. લગ્ન બાદ પતિ સાથે CTM ખાતે રહેવા ગઈ હતી. બે વર્ષ બાદ પતિ સાથે તેના માતા-પિતાને ઘરે રહેવા આવી હતી. 2018માં આ યુવતીએ પુત્રીને જન્મ આપ્યો હતો. દિકરી દોઢ વર્ષની થઈ બાદમાં પતિનું વર્તન બદલાવવા લાગ્યું હતું.આ પણ વાંચો :  અમદાવાદ સહિત રાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યૂ યથાવત, કલાકની છૂટ મળી

આ દરમિયાન પતિને અન્ય સ્ત્રી સાથે આડા સબંધો હોવાની આ પરિણીતાને જાણ થઈ હતી. આ બાબતે પતિ સાથે વાત કરતા તે ઉશ્કેરાઈ તકરાર કરવા લાગ્યો હતો. પત્નીને અપશબ્દો બોલી ઝઘડા કરતો હતો. યુવતીને આ બાબતે તેના માતા-પિતાને વાત કરતા પતિએ અન્ય સ્ત્રી સાથે તેના સબંધોનો સ્વીકાર કર્યો અને પત્નીએ જણાવ્યું કે, મારે તારી સાથે છૂટાછેડા લઈ તેની જોડે લગ્ન કરવાના છે.

આ પણ વાંચો : વલસાડ : હથિયારધારી લૂંટારૂંઓ આલિશાન બંગલામાં ત્રાટક્યા, વૃદ્ધની આંખમાં કેમિકલ નાંખી ચલાવી લૂંટ

યુવતીના માતા-પિતાએ 21 જાન્યુઆરીએ જમાઈ અને તેના પિતાને સમાધાન માટે ઘરે બોલાવ્યા હતા. તે સમયે પતિએ પત્ની પર દોષનો ટોપલો ઢોળી મારે તારાથી છૂટાછેડા લેવાના છે, જો તું છૂટાછેડા નહીં આપે તો તારા મકાનમાંથી કૂદકો મારી આત્મહત્યા કરી લઈશ. અપશબ્દો બોલી કહ્યું, તું અને તારી દીકરી તમારી રીતે જીવી લેજો, હું બીજી પત્ની કરવા જાવ છું તેમ કહી પતિ નીકળી ગયો હતો.

આ પણ વાંચો :  અમદાવાદ : ફિલ્મ પ્રોડ્યુસર યુવતી બની સાઇબર ક્રાઇમનો ભોગ, નકલી Insta એકાઉન્ટ પરથી ગઠિયાઓએ કર્યુ ચોંકાવનારૂં કામ

તે પછી પણ પતિ અવારનવાર ફોન કરી તું છૂટાછેડા નહી આપે તો હું આત્મહત્યા કરી મરી જઈશ અને તને અને તારા પિયરવાળાને જેલમાં મોકલી દઈશ તેવી ધમકી આપતો હતો. પતિને પોતાને તેડી જવા અને સ્વીકારી લેવા વિનંતી કરવા છતાં પતિ માન્યો ન હતો. જેથી યુવતીએ કંટાળી પતિ સામે બાપુનગર પોલીસસ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Published by:Jay Mishra
First published:January 30, 2021, 13:58 pm

ટૉપ ન્યૂઝ