અમદાવાદ : સિવિલ હૉસ્પિટલની નર્સે 10માં માળેથી માર્યો કૂદકો, આપઘાત કરી જીવન ટૂંકાવતા ખળભળાટ


Updated: May 25, 2020, 9:24 PM IST
અમદાવાદ : સિવિલ હૉસ્પિટલની નર્સે 10માં માળેથી માર્યો કૂદકો, આપઘાત કરી જીવન ટૂંકાવતા ખળભળાટ
કોરોના યોદ્ધાના આપઘાતથી સમગ્ર બિલ્ડીંગમાં ચર્ચા જાગી હતી. જોકે, નર્સે ક્યાં કારણે પગલું ભર્યુ તે હજુ પણ જાણી શકાયું નથી.

ફ્લેટના 10માં માળે ફોનમાં વાત કરવા ગયેલી શેફાલીએ અચાનક કૂદકો મારી આપઘાત કરી લેતા ચકચાર

  • Share this:
અમદાવાદ : શહેર ના ન્યૂ મણિનગર વિસ્તાર ના આવેલ કર્ણાવતી રિવેરા માં રહેતી યુવતી એ આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું છે. યુવતી એ ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે અંગે ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જોકે, કોરોના યોદ્ધા સમાન આ નર્સના આપઘાતના સમાચારથી શહેરમાં ખૂબ ચર્ચા જાગી છે.

શેફાલી મેકવાન નામની યુવતી માં ચાર વર્ષ પહેલાં સી ટી એમ ખાતે રહેતા જેક્સન મેકવાન સાથે લગ્ન થયા હતા. જો કે લોક ડાઉન હોવાથી ૨૩ મી મે ના દિવસે તેના પિતા ને ત્યાં રહેવા માટે આવી હતી. પરંતુ છેલ્લા બે દિવસ થી તે સતત માનસિક તનાવ માં રહેતી હતી. આજે સવારે 10 વાગે તે ફ્લેટ ના દસમા મળે આવેલ પેન્ટ હાઉસ માં મોબાઈલ લઈ ને વાત કરવા માટે ગઇ હતી.

આ પણ વાંચો :  રાજ્યમાં 'કોરોના બોમ્બ' ફૂટ્યો, 24 કલાકમાં 30 મોત, 405 નવા કેસ નોંધાયા


જો કે થોડીવાર બાદ તેમના પરિવારજનો એ જોતાં શેફાલી બી બ્લોક ના પાર્કિંગ માં લોહી લુહાણ હાલત માં જોવા મળી હતી. જેથી 108 ને જાણ કરતા ફરજ પર ના ડોકટર એ તેને મૃત જાહેર કરી હતી.

શેફાલી સિવિલ હોસ્પિટલ માં નર્સ તરીકે કામ કરતી હતી. જો કે છેલ્લા બે દિવસ થી તે માનસિક તણાવ માં રહેતી હોવાથી તેને આ પગલું ભર્યું હોવાનું તેમના પરિવારજનો નું માનવું છે. જો કે પોલીસ એ પણ હવે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
First published: May 25, 2020, 9:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading